ए टणी करता हजी शीख्यो नथी Gujarati Gazal By Naresh K. Dodia

ए टणी करता हजी शीख्यो नथी Gujarati Gazal By Naresh K. Dodia
ए टणी करता हजी शीख्यो नथी Gujarati Gazal By Naresh K. Dodia
ए टणी करता हजी शीख्यो नथी
ए कवि बनता हजी शीख्यो नथी

जीववानां लाख ब्हाना छे छतां
कोइमां भळता हजी शीख्यो नथी

जीभ अचकाती हती कई बोलवां?
साचुं ए कहेतां हजी शीख्यो नथी

आ सभामां दाद एने ना मळी
पढवानी क्षमता हजी शीख्यो नथी

एक वणकरनी कला जेवा बारीक
शब्दने वणतां हजी शीख्यो नथी

चाहवानी वातथी आधे रहे
प्रेममां पडतां हजी शीख्यो नथी

संधरीने राखवुं बहुं सारुं नहि
भेद साचवता हजी शीख्यो नथी

कोइनी वातोमा आवी जाय छे
लागणी गणता हजी शीख्यो नथी

आ महोतरमानी वातो छे बधी
काव्यमां लखतां हजी शीख्यो नथी
– नरेश के.डॉडीया


એ ટણી કરતા હજી શીખ્યો નથી
એ કવિ બનતા હજી શીખ્યો નથી

જીવવાનાં લાખ બ્હાના છે છતાં
કોઇમાં ભળતા હજી શીખ્યો નથી

જીભ અચકાતી હતી કઈ બોલવાં?
સાચું એ કહેતાં હજી શીખ્યો નથી

આ સભામાં દાદ એને ના મળી
પઢવાની ક્ષમતા હજી શીખ્યો નથી

એક વણકરની કલા જેવા બારીક
શબ્દને વણતાં હજી શીખ્યો નથી

ચાહવાની વાતથી આધે રહે
પ્રેમમાં પડતાં હજી શીખ્યો નથી

સંધરીને રાખવું બહું સારું નહિ
ભેદ સાચવતા હજી શીખ્યો નથી

કોઇની વાતોમા આવી જાય છે
લાગણી ગણતા હજી શીખ્યો નથી

આ મહોતરમાની વાતો છે બધી
કાવ્યમાં લખતાં હજી શીખ્યો નથી
– નરેશ કે.ડૉડીયા

Advertisement