आपणाथी एटलुं बस थाय छे Gujarati Gazal By Naresh K. Dodia

आपणाथी एटलुं बस थाय छे Gujarati Gazal By Naresh K. Dodia
आपणाथी एटलुं बस थाय छे Gujarati Gazal By Naresh K. Dodia
आपणाथी एटलुं बस थाय छे
आ मगजने जेटलुं समजाय छे

ए बधे फरशे विना परवानगी
छेवटे ए आंखमां अटकाय छे

आपने पण आपणा थइ ना शक्यां
जात ज्यारे आपणी परखाय छे

रोज तोरण बारणे लटकावुं छुं
कोइ पगरव तोय क्यां मंडाय छे

एमने वातो जुनी करवी गमे
नाम एनुं आवतां मलकाय छे

रोज खांगा थइ वरसवुं केम थाय
एम ज्यां त्यां थोडु कै वरसाय छे!

साद जाणीतो हतो लाग्यु मने
मारामां जे वरसोथी धुंटाय छे

तु गीतानी जेम वांची ले मने
आ गझल मारो नवो अध्याय छे

बूरखाथी लइ कफननो रंग एक
मृतने जीवंत त्यां संताय छे

हुं महोतरमाने मळवानो नथी
मने हवे एकांतथी टेवाय छे
– नरेश के.डॉडीया


આપણાથી એટલું બસ થાય છે
આ મગજને જેટલું સમજાય છે

એ બધે ફરશે વિના પરવાનગી
છેવટે એ આંખમાં અટકાય છે

આપને પણ આપણા થઇ ના શક્યાં
જાત જ્યારે આપણી પરખાય છે

રોજ તોરણ બારણે લટકાવું છું
કોઇ પગરવ તોય ક્યાં મંડાય છે

એમને વાતો જુની કરવી ગમે
નામ એનું આવતાં મલકાય છે

રોજ ખાંગા થઇ વરસવું કેમ થાય
એમ જ્યાં ત્યાં થોડુ કૈ વરસાય છે!

સાદ જાણીતો હતો લાગ્યુ મને
મારામાં જે વરસોથી ધુંટાય છે

તુ ગીતાની જેમ વાંચી લે મને
આ ગઝલ મારો નવો અધ્યાય છે

બૂરખાથી લઇ કફનનો રંગ એક
મૃતને જીવંત ત્યાં સંતાય છે

હું મહોતરમાને મળવાનો નથી
મને હવે એકાંતથી ટેવાય છે
– નરેશ કે.ડૉડીયા

Advertisement

No comments:

Post a Comment