एक लाचारी मने कायम नडे छे संबंधमां Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
एक लाचारी मने कायम नडे छे संबंधमां Gujarati Gazal By Naresh K. Dodia |
एक लाचारी मने कायम नडे छे संबंधमां
मांगवाथी केम आपणने मळे छे सबंधमां
एक छायो रणमां जे रीते खजूरीनो होय छे
एटलुं आपीने तुं मलकी उठे छे संबंधमां
जिंदगीभर साथ देवानु वचन दे जे मानवी
एक पळ मांगो अने पाछा हटे छे संबंधमां
हाथ पीळा थइ गया पण रंग जूनो जातो नथी
ए ज जूनां प्यारनां रंगो उडे छे संबंधमा
मात्र यादोनी सिलक खातावहीमां देखाय छे
एक माणसनी कमी कायम बचे छे संबंधमां
तुं नफा नुकशाननुं कायम विचारे संबंधमां
एक हुं छुं के फकत दिल वापरे छे संबंधमां
रोज तारा नामनी आगळने पाछळ फरतां मळे
शब्द मारा नाम तारुं लई झूमे छे संबंधमां
मौननी सामे हुं मारा शब्दने सामे मूकुं तो
वक्र होठो मारी सामे आमळे छे संबंधमां
चाल चलगत हु महोतरमानी जाणी शकतो नथी
I Love You कहुं तो OK कही हसे छे संबंधमां
– नरेश के.डॉडीया
એક લાચારી મને કાયમ નડે છે સંબંધમાં
માંગવાથી કેમ આપણને મળે છે સબંધમાં
એક છાયો રણમાં જે રીતે ખજૂરીનો હોય છે
એટલું આપીને તું મલકી ઉઠે છે સંબંધમાં
જિંદગીભર સાથ દેવાનુ વચન દે જે માનવી
એક પળ માંગો અને પાછા હટે છે સંબંધમાં
હાથ પીળા થઇ ગયા પણ રંગ જૂનો જાતો નથી
એ જ જૂનાં પ્યારનાં રંગો ઉડે છે સંબંધમા
માત્ર યાદોની સિલક ખાતાવહીમાં દેખાય છે
એક માણસની કમી કાયમ બચે છે સંબંધમાં
તું નફા નુકશાનનું કાયમ વિચારે સંબંધમાં
એક હું છું કે ફકત દિલ વાપરે છે સંબંધમાં
રોજ તારા નામની આગળને પાછળ ફરતાં મળે
શબ્દ મારા નામ તારું લઈ ઝૂમે છે સંબંધમાં
મૌનની સામે હું મારા શબ્દને સામે મૂકું તો
વક્ર હોઠો મારી સામે આમળે છે સંબંધમાં
ચાલ ચલગત હુ મહોતરમાની જાણી શકતો નથી
I Love You કહું તો OK કહી હસે છે સંબંધમાં
– નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment