कोइनुं हेवायु थइ जावु पछी भारी पडे छे Gujarati Gazal By Naresh K. Dodia

कोइनुं हेवायु थइ जावु पछी भारी पडे छे Gujarati Gazal By Naresh K. Dodia
कोइनुं हेवायु थइ जावु पछी भारी पडे छे Gujarati Gazal By Naresh K. Dodia
कोइनुं हेवायु थइ जावु पछी भारी पडे छे
आखरे एकांत आवी एमने बाजी पडे छे

रोज बारीए प्रतिक्षां आंखमा लइ बेसवानुं
राहदारी जोइ आशाओ बधी काची पडे छे

सत्य कोराणे मूकीने क्यां सुधी लखतो रहेशे
जूठनी शाही पी पीने त्या कलम मांदी पडे छे

कोइ वाते मानवा तैयार ए थाती नथी केम?
त्यां अमुक वातो गझल द्रारा ज समजावी पडे छे

नर्म ल्हेजामां हवे बरछट-पणुं आवी गयुं छे
दादनी बदले पठन पर एमनां गाली पडे छे

मात्र चर्चाथी तुं एनो अंत लावी ना शके,केम
कोण जाणे एने वाते वातमां आडी पडे छे

खीण जेवी चो-तरफ भेंकारता लागे अहीं
वात मारी नाम तारुं लइ अहीं सामी पडे छे

भाव खावानु हवे छोडो महोतरमां तमे
स्थान लेवां आपनु बीजी बधी पाछी पडे छे
– नरेश के.डॉडीया


કોઇનું હેવાયુ થઇ જાવુ પછી ભારી પડે છે
આખરે એકાંત આવી એમને બાજી પડે છે

રોજ બારીએ પ્રતિક્ષાં આંખમા લઇ બેસવાનું
રાહદારી જોઇ આશાઓ બધી કાચી પડે છે

સત્ય કોરાણે મૂકીને ક્યાં સુધી લખતો રહેશે
જૂઠની શાહી પી પીને ત્યા કલમ માંદી પડે છે

કોઇ વાતે માનવા તૈયાર એ થાતી નથી કેમ?
ત્યાં અમુક વાતો ગઝલ દ્રારા જ સમજાવી પડે છે

નર્મ લ્હેજામાં હવે બરછટ-પણું આવી ગયું છે
દાદની બદલે પઠન પર એમનાં ગાલી પડે છે

માત્ર ચર્ચાથી તું એનો અંત લાવી ના શકે,કેમ
કોણ જાણે એને વાતે વાતમાં આડી પડે છે

ખીણ જેવી ચો-તરફ ભેંકારતા લાગે અહીં
વાત મારી નામ તારું લઇ અહીં સામી પડે છે

ભાવ ખાવાનુ હવે છોડો મહોતરમાં તમે
સ્થાન લેવાં આપનુ બીજી બધી પાછી પડે છે
– નરેશ કે.ડૉડીયા

Advertisement