समयने मात आपो तो पछी आगळ जवानुं छे, Gujarati Gazal By Naresh K. Dodia

समयने मात आपो तो पछी आगळ जवानुं छे, Gujarati Gazal By Naresh K. Dodia
समयने मात आपो तो पछी आगळ जवानुं छे, Gujarati Gazal By Naresh K. Dodia  
समयने मात आपो तो पछी आगळ जवानुं छे,
कां नवतर चाल चालो तो पछी आगळ जवानुं छे.

तमारो असली च्हेरो एक वखते जोइ लीधो में
ए म्होराने फेंको तो पछी आगळ जवानुं छे.

कदी खूल्ला पगे हुं दोट मेलीने तने वळगुं
अहंमने त्या ज त्यागो तो पछी आगळ जवानुं छे.

समजनी ब्हार जइने शीखवानो बहुं ज एने शोख
गझलनां छंद जाणो तो पछी आगळ जवानुं छे.

सखावत प्रेमनी ज्या त्यां नही करवी भला माणस
कदरदानोने चाहो तो पछी आगळ जवानुं छे.

बधाना हाथमां आ वांसळी शोभे नां गोकुळमां
आ गोवरधन उपाडॉ तो पछी आगळ जवानुं छे.

अमारो साथ माणीने पछी जयां एकलां पडशो
मने पाछो विचारो तो पछी आगळ जवानुं छे.

तमे वरसादना टीपानी छमछम सांभळीने खुश
कदी मल्हार गाओ तो पछी आगळ जवानुं छे

महोतरमां तमे पण अन्य नारी जेम कां वर्तो?
तमारो रोफ छांटॉ तो पछी आगळ जवानुं छे.
– नरेश के.डोडीया
સમયને માત આપો તો પછી આગળ જવાનું છે,
કાં નવતર ચાલ ચાલો તો પછી આગળ જવાનું છે.

તમારો અસલી ચ્હેરો એક વખતે જોઇ લીધો મેં
એ મ્હોરાને ફેંકો તો પછી આગળ જવાનું છે.

કદી ખૂલ્લા પગે હું દોટ મેલીને તને વળગું
અહંમને ત્યા જ ત્યાગો તો પછી આગળ જવાનું છે.

સમજની બ્હાર જઇને શીખવાનો બહું જ એને શોખ
ગઝલનાં છંદ જાણો તો પછી આગળ જવાનું છે.

સખાવત પ્રેમની જ્યા ત્યાં નહી કરવી ભલા માણસ
કદરદાનોને ચાહો તો પછી આગળ જવાનું છે.

બધાના હાથમાં આ વાંસળી શોભે નાં ગોકુળમાં
આ ગોવરધન ઉપાડૉ તો પછી આગળ જવાનું છે.

અમારો સાથ માણીને પછી જયાં એકલાં પડશો
મને પાછો વિચારો તો પછી આગળ જવાનું છે.

તમે વરસાદના ટીપાની છમછમ સાંભળીને ખુશ
કદી મલ્હાર ગાઓ તો પછી આગળ જવાનું છે

મહોતરમાં તમે પણ અન્ય નારી જેમ કાં વર્તો?
તમારો રોફ છાંટૉ તો પછી આગળ જવાનું છે.
– નરેશ કે.ડોડીયા
Advertisement