ओढी उदासी आ विजोगण आंख हुं देखाडी शकतो नथी Gujarati Gazal By Naresh K. Dodia

ओढी उदासी आ विजोगण आंख हुं देखाडी शकतो नथी Gujarati Gazal By Naresh K. Dodia
ओढी उदासी आ विजोगण आंख हुं देखाडी शकतो नथी Gujarati Gazal By Naresh K. Dodia
ओढी उदासी आ विजोगण आंख हुं देखाडी शकतो नथी
पीडा ह्रदयमां होय ए अवसाद हुं देखाडी शकतो नथी

बटकी गयेली डाळ साथे एक पंखीनुं तूटी जाय धर
एवी ज एकलताथी लथबथ जात हुं देखाडी शकतो नथी

मारी ज अंदर मृत पामेली हजारो कामना छे दफन
ए नाम जेनुं लइ मरी ए नाम हुं देखाडी शकतो नथी

कहेती हती क्यारेक हुं मळवा अचानक आववानी तने
ज्या राह जीवनभर ताकी ए,स्थान हुं देखाडी शकतो नथी

रोनक नथी जेना विना मारा जीवनमां कोइ छे एवुं जण
ए चांद जेवी नारने अंधांर हुं देखाडी शकतो नथी

खामोश रहेवानुं हवे माफक मने आवी गयुं छे अहीं
दरियानी अंदरनो नदीने नाद हुं देखाडी शकतो नथी

ढळती गयेली साजनां आवी कह्युं के आव मारी समीप
ए स्पर्शनी सळगी रहेली आग हुं देखाडी शकतो नथी         

मारी महोतरमाने चाहीने जीवन अर्पण कर्युं शब्दने
सामे मळे तो शब्द जेवो प्यार हुं देखाडी शकतो नथी
– नरेश के. डॉडीया


ઓઢી ઉદાસી આ વિજોગણ આંખ હું દેખાડી શકતો નથી
પીડા હ્રદયમાં હોય એ અવસાદ હું દેખાડી શકતો નથી

બટકી ગયેલી ડાળ સાથે એક પંખીનું તૂટી જાય ધર
એવી જ એકલતાથી લથબથ જાત હું દેખાડી શકતો નથી

મારી જ અંદર મૃત પામેલી હજારો કામના છે દફન
એ નામ જેનું લઇ મરી એ નામ હું દેખાડી શકતો નથી

કહેતી હતી ક્યારેક હું મળવા અચાનક આવવાની તને
જ્યા રાહ જીવનભર તાકી એ,સ્થાન હું દેખાડી શકતો નથી

રોનક નથી જેના વિના મારા જીવનમાં કોઇ છે એવું જણ
એ ચાંદ જેવી નારને અંધાંર હું દેખાડી શકતો નથી

ખામોશ રહેવાનું હવે માફક મને આવી ગયું છે અહીં
દરિયાની અંદરનો નદીને નાદ હું દેખાડી શકતો નથી

ઢળતી ગયેલી સાજનાં આવી કહ્યું કે આવ મારી સમીપ
એ સ્પર્શની સળગી રહેલી આગ હું દેખાડી શકતો નથી         

મારી મહોતરમાને ચાહીને જીવન અર્પણ કર્યું શબ્દને
સામે મળે તો શબ્દ જેવો પ્યાર હું દેખાડી શકતો નથી
– નરેશ કે. ડૉડીયા
Advertisement