अबोला मौन साथे एक रस थई जाय छे Gujarati Gazal By Naresh K. Dodia

अबोला मौन साथे एक रस थई जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
अबोला मौन साथे एक रस थई जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
अबोला मौन साथे एक रस थई जाय छे
ना बोलायेल ए शब्दो गझल थई जाय छे

धणी कोशिशना अंते स्मित आपे छे मने
पछी वातावरण टहुकानु धर थई जाय छे

रीसावाने मनावानी पछी आदत पडे
प्रवृति प्रेममां आवी लीगल थइ जाय छे

घणी गंभीर बाबत होय संबंधोमां क्याक
समजदारी हशे तो चोखवट थइ जाय छे

पीडाओ एनी ए रहेवानी जीवनमां अहीं
गझल काव्यो लखो तो मावजत थइ जाय छे

घणा उत्साह साथे एमने मळवां गयो
पछी दररोज मळवानी तलप थइ जाय छे

भले हुं लागुं काटाळॉ कोइ रस्तो तमने आज
जरा आगळ वधो तो उपवन थइ जाय छे

महोतरमां तमारुं नाम पण केवुं रूडु
ए गमता नाम साथे मोहबत थइ जाय छे
– नरेश के.डोडीया
અબોલા મૌન સાથે એક રસ થઈ જાય છે
ના બોલાયેલ એ શબ્દો ગઝલ થઈ જાય છે

ધણી કોશિશના અંતે સ્મિત આપે છે મને
પછી વાતાવરણ ટહુકાનુ ધર થઈ જાય છે

રીસાવાને મનાવાની પછી આદત પડે
પ્રવૃતિ પ્રેમમાં આવી લીગલ થઇ જાય છે

ઘણી ગંભીર બાબત હોય સંબંધોમાં ક્યાક
સમજદારી હશે તો ચોખવટ થઇ જાય છે

પીડાઓ એની એ રહેવાની જીવનમાં અહીં
ગઝલ કાવ્યો લખો તો માવજત થઇ જાય છે

ઘણા ઉત્સાહ સાથે એમને મળવાં ગયો
પછી દરરોજ મળવાની તલપ થઇ જાય છે

ભલે હું લાગું કાટાળૉ કોઇ રસ્તો તમને આજ
જરા આગળ વધો તો ઉપવન થઇ જાય છે

મહોતરમાં તમારું નામ પણ કેવું રૂડુ
એ ગમતા નામ સાથે મોહબત થઇ જાય છે
– નરેશ કે.ડોડીયા
Advertisement