दुख आपवा ज्यां मानवी साथे खुदा जोडाय छे Gujarati Gazal By Naresh K. Dodia

दुख आपवा ज्यां मानवी साथे खुदा जोडाय छे Gujarati Gazal By Naresh K. Dodia

दुख आपवा ज्यां मानवी साथे खुदा जोडाय छे
होवा-पणानो अंचळॉ त्यारे ज उतरी जाय छे

आ साधुतांनी कोइ वखते मौज माणीने जुओ
करतालनो रव वांसळी जेवो सूरीलो थाय छे

शब्दो घुंटु छुं छंदनां खरलोमां हुं आठे प्रहर
जे कोइ पीवे केफमां एनां सतत खोवाय छे

गिरनारनी टोचे चडी पूकारशो जो मारुं नाम
साधुता संगे आशिकीनो नाद त्यां पडघाय छे

वर्षो थया एनी पकडमांथी छुटी शकतो नथी
वळगाड जेवा प्यारथी माराथी क्यां छूटाय छे

खम्म्मा धणी के डाकला जेवी विधी क्या होय छे?
माताजी सरमा हो ए रीते यादमां धुणाय छे

ज्या मंजीरा झालरनी बदले शब्दनां पडधम मळे
मारी गझल भकितनां रंगोमां सतत रंगाय छे

लागे छे सौने हुं महोतरमाने शब्दोथी पूजु
शब्दोना भावो बदगी जेवां सौने वंचाय छे
– नरेश के.डॉडीया
દુખ આપવા જ્યાં માનવી સાથે ખુદા જોડાય છે
હોવા-પણાનો અંચળૉ ત્યારે જ ઉતરી જાય છે

આ સાધુતાંની કોઇ વખતે મૌજ માણીને જુઓ
કરતાલનો રવ વાંસળી જેવો સૂરીલો થાય છે

શબ્દો ઘુંટુ છું છંદનાં ખરલોમાં હું આઠે પ્રહર
જે કોઇ પીવે કેફમાં એનાં સતત ખોવાય છે

ગિરનારની ટોચે ચડી પૂકારશો જો મારું નામ
સાધુતા સંગે આશિકીનો નાદ ત્યાં પડઘાય છે

વર્ષો થયા એની પકડમાંથી છુટી શકતો નથી
વળગાડ જેવા પ્યારથી મારાથી ક્યાં છૂટાય છે

ખમ્મ્મા ધણી કે ડાકલા જેવી વિધી ક્યા હોય છે?
માતાજી સરમા હો એ રીતે યાદમાં ધુણાય છે

જ્યા મંજીરા ઝાલરની બદલે શબ્દનાં પડધમ મળે
મારી ગઝલ ભકિતનાં રંગોમાં સતત રંગાય છે

લાગે છે સૌને હું મહોતરમાને શબ્દોથી પૂજુ
શબ્દોના ભાવો બદગી જેવાં સૌને વંચાય છે
– નરેશ કે.ડૉડીયા
Advertisement

1 comment: