लागणीमां प्यार वधतां कोइ सध्धर थइ गया Gujarati Gazal By Naresh K. Dodia


लागणीमां प्यार वधतां कोइ सध्धर थइ गया Gujarati Gazal By Naresh K. Dodia
लागणीमां प्यार वधतां कोइ सध्धर थइ गया Gujarati Gazal By Naresh K. Dodia
लागणीमां प्यार वधतां कोइ सध्धर थइ गया
दुःखना कारण अचानक त्यां छुमंतर थइ गयां

स्मित साथे सौने मळवामां मजा केवी मळे
कोइ माणसना ह्रदयमां आपणा घर थइ गयां

आज एकलताने धमकावानो मुड जाम्यो हतो
एमने धमकाववा दोस्तो य हाजर थइ गयां

मर्दनी तासीर मूजब जीववानी टेव छे
ज्यां जरूरत होय त्यां शब्दो य खंजर थइ गयां

खाली हाथे हुं अही आव्यो जवानो खुब दई
मारी उर्मिओ लूंटी लोको तवंगर थइ गयां

वांचवानी बहु नजाकतथी गझल एनी कने
स्मित जेनुं जोइ खुद लखनार शायर थइ गया

पोत-पोतानी रीते मंडी पड्या लोको अहीं
अन्यना व्हाला थवा घर खुदना पादर थइ गयां

लाल-चट्टक लागणी मारी महोतरमांए ओढी
शब्द मारा एमनां रणझणता झांझर थइ गयां
– नरेश के.डॉडीया
લાગણીમાં પ્યાર વધતાં કોઇ સધ્ધર થઇ ગયા
દુઃખના કારણ અચાનક ત્યાં છુમંતર થઇ ગયાં

સ્મિત સાથે સૌને મળવામાં મજા કેવી મળે
કોઇ માણસના હ્રદયમાં આપણા ઘર થઇ ગયાં

આજ એકલતાને ધમકાવાનો મુડ જામ્યો હતો
એમને ધમકાવવા દોસ્તો ય હાજર થઇ ગયાં

મર્દની તાસીર મૂજબ જીવવાની ટેવ છે
જ્યાં જરૂરત હોય ત્યાં શબ્દો ય ખંજર થઇ ગયાં

ખાલી હાથે હું અહી આવ્યો જવાનો ખુબ દઈ
મારી ઉર્મિઓ લૂંટી લોકો તવંગર થઇ ગયાં

વાંચવાની બહુ નજાકતથી ગઝલ એની કને
સ્મિત જેનું જોઇ ખુદ લખનાર શાયર થઇ ગયા

પોત-પોતાની રીતે મંડી પડ્યા લોકો અહીં
અન્યના વ્હાલા થવા ઘર ખુદના પાદર થઇ ગયાં

લાલ-ચટ્ટક લાગણી મારી મહોતરમાંએ ઓઢી
શબ્દ મારા એમનાં રણઝણતા ઝાંઝર થઇ ગયાં
– નરેશ કે.ડૉડીયા
Advertisement