अनूभवनी हवे लांबी सजाओ थइ गयेली छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
अनूभवनी हवे लांबी सजाओ थइ गयेली छे Gujarati Gazal By Naresh K. Dodia |
अनूभवनी हवे लांबी सजाओ थइ गयेली छे
मजा माणी हती सघळी जफाओ थइ गयेली छे
महासागर अजाणी राहमां भटके छे पागल थइ
नदी गमती हती ए वायकाओ थइ गयेली छे
ह्रदयमा कोतरायेला शिलालेखो थयां झांखा
वितेला काळनी सघळी कथाओ थइ गयेली छे
अधुरा मास जेवी आपणी संवेदनां रही गइ
कदी जन्मी नही ए वारताओ थइ गयेली छे
सतत रणमां भटकवाथी सजा एने मळी केवी
बधी आशाओ एनी भ्रमणाओ थइ गयेली छे
हवे चुपचाप बेसी जाय कइ बोल्या विना दररोज
गझल सांभळवी एनी साधनाओ थइ गयेली छे
स्मरण रूपे हवे हुं कोइमां जीवी रह्यो छुं आज
अहीं ए शब्द रूपे शृखलाओ थइ गयेली छे
गझलनु डेरुं जेना नामथी स्थापीने बेठो छुं
महोतरमांनी यादो स्थापनाओ थइ गयेली छे
– नरेश के.डॉडीया
અનૂભવની હવે લાંબી સજાઓ થઇ ગયેલી છે
મજા માણી હતી સઘળી જફાઓ થઇ ગયેલી છે
મહાસાગર અજાણી રાહમાં ભટકે છે પાગલ થઇ
નદી ગમતી હતી એ વાયકાઓ થઇ ગયેલી છે
હ્રદયમા કોતરાયેલા શિલાલેખો થયાં ઝાંખા
વિતેલા કાળની સઘળી કથાઓ થઇ ગયેલી છે
અધુરા માસ જેવી આપણી સંવેદનાં રહી ગઇ
કદી જન્મી નહી એ વારતાઓ થઇ ગયેલી છે
સતત રણમાં ભટકવાથી સજા એને મળી કેવી
બધી આશાઓ એની ભ્રમણાઓ થઇ ગયેલી છે
હવે ચુપચાપ બેસી જાય કઇ બોલ્યા વિના દરરોજ
ગઝલ સાંભળવી એની સાધનાઓ થઇ ગયેલી છે
સ્મરણ રૂપે હવે હું કોઇમાં જીવી રહ્યો છું આજ
અહીં એ શબ્દ રૂપે શૃખલાઓ થઇ ગયેલી છે
ગઝલનુ ડેરું જેના નામથી સ્થાપીને બેઠો છું
મહોતરમાંની યાદો સ્થાપનાઓ થઇ ગયેલી છે
– નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment