पागल बनावी दे छे कजरारी ए बे आंखो मने Gujarati Gazal By Naresh K. Dodia

पागल बनावी दे छे कजरारी ए बे आंखो मने Gujarati Gazal By Naresh K. Dodia
पागल बनावी दे छे कजरारी ए बे आंखो मने Gujarati Gazal By Naresh K. Dodia
पागल बनावी दे छे कजरारी ए बे आंखो मने
एना रसातळ बिंब जेवा होठ कहे “चाखो मने”

एनी कटीनुं माप आपे छे इजन,”जालो मने”
बे हाथथी पकडु तो कहे “आ रीते ना मापो मने”

मे तो जरां मांगी हती पळ,तो ए बोल्या मने
“एमां शरम शेनी!तमे आखे आखी मांगो मने”

ए बीजनां आकारमां ज्यारे सुती जोवा मळे
शृंगारनो जीवंत थइ जोवा मळे ल्हावो मने

ऊतुंग शीखर जेम छलके गर्व एना स्तनमां
बाहोमां लउ त्या गर्व एनो क्हे के,”ओगाळो मने”

चुंबनथी ए नखशीख भीजावी पछी प्रश्नो पूछे
“सिध्धांत त्यां बाष्पीभवननो शु ए देखाडॉ मने?”

नाजुक छे पगनी एमनी पानी नरम गादी समी
त्यां चूमवाथी दे छे आगळ वधवा इजारो मने

मारी महोतरमाने हुं लांबा समयथी ना मळुं
त्यारे विवश थइने कहे जलदी आवीने माणो मने
– नरेश के. डॉडीया
પાગલ બનાવી દે છે કજરારી એ બે આંખો મને
એના રસાતળ બિંબ જેવા હોઠ કહે “ચાખો મને”

એની કટીનું માપ આપે છે ઇજન,”જાલો મને”
બે હાથથી પકડુ તો કહે “આ રીતે ના માપો મને”

મે તો જરાં માંગી હતી પળ,તો એ બોલ્યા મને
“એમાં શરમ શેની!તમે આખે આખી માંગો મને”

એ બીજનાં આકારમાં જ્યારે સુતી જોવા મળે
શૃંગારનો જીવંત થઇ જોવા મળે લ્હાવો મને

ઊતુંગ શીખર જેમ છલકે ગર્વ એના સ્તનમાં
બાહોમાં લઉ ત્યા ગર્વ એનો ક્હે કે,”ઓગાળો મને”

ચુંબનથી એ નખશીખ ભીજાવી પછી પ્રશ્નો પૂછે
“સિધ્ધાંત ત્યાં બાષ્પીભવનનો શુ એ દેખાડૉ મને?”

નાજુક છે પગની એમની પાની નરમ ગાદી સમી
ત્યાં ચૂમવાથી દે છે આગળ વધવા ઇજારો મને

મારી મહોતરમાને હું લાંબા સમયથી ના મળું
ત્યારે વિવશ થઇને કહે જલદી આવીને માણો મને
– નરેશ કે. ડૉડીયા
Advertisement