आपणा संबंध माटे कोइ क्यां कारण होय छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
आपणा संबंध माटे कोइ क्यां कारण होय छे Gujarati Gazal By Naresh K. Dodia |
आपणा संबंध माटे कोइ क्यां कारण होय छे
ते छतां अकबंध राखे एटला भारण होय छे
आंख सामे फूल जेवा ने ह्रदयमां रण होय छे!
एक हुं छुं जे ह्रदयथी मन सुधी फागण होय छे
होय छे दावो अलग दोस्तीथी लइने आ प्रेमनो
कोइनी दोस्तीमां छुपायेलुं आकर्षण होय छे
दोष दिलनो हर-वखत ना होय तो पण दोषी ठरे
आंखमां पण प्रेमनी खळभळ थनारी क्षण होय छे
नाम-सरनामा वगर आवी चडे माणस आंखमां
आवकारो आपवानी आंखने समजण होय छे
आ अलगताना प्रकारो क्यां सुधी लइने जीवशो
आंख ने दिल बेउने गमता धणा सगपण होय छे
शक्यतानी कोइ सरहद ज्यां कदी लंबाती नथी
आंखथी आघे रही दिलमां वसे ए जण होय छे
बस,’महोतरमा’ह्रदयमां,शब्दमां,आंखोमां रहो
आ गझलनी आपनां अस्तित्वनुं कण कण होय छे
-नरेश के.डॉडीया
આપણા સંબંધ માટે કોઇ ક્યાં કારણ હોય છે
તે છતાં અકબંધ રાખે એટલા ભારણ હોય છે
આંખ સામે ફૂલ જેવા ને હ્રદયમાં રણ હોય છે!
એક હું છું જે હ્રદયથી મન સુધી ફાગણ હોય છે
હોય છે દાવો અલગ દોસ્તીથી લઇને આ પ્રેમનો
કોઇની દોસ્તીમાં છુપાયેલું આકર્ષણ હોય છે
દોષ દિલનો હર-વખત ના હોય તો પણ દોષી ઠરે
આંખમાં પણ પ્રેમની ખળભળ થનારી ક્ષણ હોય છે
નામ-સરનામા વગર આવી ચડે માણસ આંખમાં
આવકારો આપવાની આંખને સમજણ હોય છે
આ અલગતાના પ્રકારો ક્યાં સુધી લઇને જીવશો
આંખ ને દિલ બેઉને ગમતા ધણા સગપણ હોય છે
શક્યતાની કોઇ સરહદ જ્યાં કદી લંબાતી નથી
આંખથી આઘે રહી દિલમાં વસે એ જણ હોય છે
બસ,’મહોતરમા’હ્રદયમાં,શબ્દમાં,આંખોમાં રહો
આ ગઝલની આપનાં અસ્તિત્વનું કણ કણ હોય છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment