वधु पडतो अही उत्पात बहु सारो नथी Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
वधु पडतो अही उत्पात बहु सारो नथी Gujarati Gazal By Naresh K. Dodia |
वधु पडतो अही उत्पात बहु सारो नथी
ह्रदय मारुं तमारो कइ ए उतारो नथी
तमारो हाथ लंबावो हवे गमतुं नथी
हु टेको खुदनो छुं मारो अही स्हारो नथी
तने जोइने तबियत मारी बगडी गइ हती
हवे जोइए एवो एमां सुधारो नथी
मने तारा सुधी प्होचाडी ए रस्तो नथी
तने पामुं नही जीवनमां तो आरो नथी
ह्रदयमां आग लागी गइ पछी शुं ठारवी
अने तारा ह्रदयमां एक तीखारो नथी
हुं कंधे उचकीने थाकी जवानो छुं कदी
जीवननो बोज छे ए धासनो भारो नथी
बधाने एकसरखा त्राजवे तोळे छे ए
उपरवाळानां लांचींया अमलदारो नथी
घणा वरसो पछी मारी महोतरमां मळी
वरस्या बेउ आंखे मेह पण गारो नथी
– नरेश के.डॉडीया
વધુ પડતો અહી ઉત્પાત બહુ સારો નથી
હ્રદય મારું તમારો કઇ એ ઉતારો નથી
તમારો હાથ લંબાવો હવે ગમતું નથી
હુ ટેકો ખુદનો છું મારો અહી સ્હારો નથી
તને જોઇને તબિયત મારી બગડી ગઇ હતી
હવે જોઇએ એવો એમાં સુધારો નથી
મને તારા સુધી પ્હોચાડી એ રસ્તો નથી
તને પામું નહી જીવનમાં તો આરો નથી
હ્રદયમાં આગ લાગી ગઇ પછી શું ઠારવી
અને તારા હ્રદયમાં એક તીખારો નથી
હું કંધે ઉચકીને થાકી જવાનો છું કદી
જીવનનો બોજ છે એ ધાસનો ભારો નથી
બધાને એકસરખા ત્રાજવે તોળે છે એ
ઉપરવાળાનાં લાંચીંયા અમલદારો નથી
ઘણા વરસો પછી મારી મહોતરમાં મળી
વરસ્યા બેઉ આંખે મેહ પણ ગારો નથી
– નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment