छायडानी खोजमां आ जिंदगी में काढी नाखी Gujarati Gazal By Naresh K. Dodia

छायडानी खोजमां आ जिंदगी में काढी नाखी Gujarati Gazal By Naresh K. Dodia
छायडानी खोजमां आ जिंदगी में काढी नाखी Gujarati Gazal By Naresh K. Dodia
छायडानी खोजमां आ जिंदगी में काढी नाखी
क्यांक नमती डाळने कारण विना में कापी नाखी

केटली ईच्छा अहीं वाढी रखडती’ती अमारी
योग्य पात्रो ना मळ्या तो एक साथे बाळी नाखी

जेटली सारप बधा साथे मे राखी छे जीवनमां
जेटली कडवाश जीवनमां मळी ए थूंकी नाखी

पीडाने समजावी के ना आव मारी तुं झपटमां
आखरे पीत्तो छटकतां छेवटे लमधारी नाखी

सांज टाणे याद आवीने टणी करती हती तो
शब्दनी रस्सीथी मुश्केटाट एने बांधी नाखी

एक सांजे ए बरोबर मुडमां मळवां आवीने में
व्हीसकीने बदले एने जाममा पलटावी नाखी

एक तक क्यारेय पाछी आववानी छे नही पण
केटली रातो ए आशामां ना-छुटके जागी नाखी

आ महोतरमां मगजमारी करे मळवाने तुं आव
एक’दी रस्ते जती’तीने मे गाडी आडी नाखी
-नरेश के.डॉडीया
છાયડાની ખોજમાં આ જિંદગી મેં કાઢી નાખી
ક્યાંક નમતી ડાળને કારણ વિના મેં કાપી નાખી

કેટલી ઈચ્છા અહીં વાઢી રખડતી’તી અમારી
યોગ્ય પાત્રો ના મળ્યા તો એક સાથે બાળી નાખી

જેટલી સારપ બધા સાથે મે રાખી છે જીવનમાં
જેટલી કડવાશ જીવનમાં મળી એ થૂંકી નાખી

પીડાને સમજાવી કે ના આવ મારી તું ઝપટમાં
આખરે પીત્તો છટકતાં છેવટે લમધારી નાખી

સાંજ ટાણે યાદ આવીને ટણી કરતી હતી તો
શબ્દની રસ્સીથી મુશ્કેટાટ એને બાંધી નાખી

એક સાંજે એ બરોબર મુડમાં મળવાં આવીને મેં
વ્હીસકીને બદલે એને જામમા પલટાવી નાખી

એક તક ક્યારેય પાછી આવવાની છે નહી પણ
કેટલી રાતો એ આશામાં ના-છુટકે જાગી નાખી

આ મહોતરમાં મગજમારી કરે મળવાને તું આવ
એક’દી રસ્તે જતી’તીને મે ગાડી આડી નાખી
-નરેશ કે.ડૉડીયા
Advertisement