थाकी जवानी हर पळे तु याद आवी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia

थाकी जवानी हर पळे तु याद आवी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
थाकी जवानी हर पळे तु याद आवी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
थाकी जवानी हर पळे तु याद आवी जाय छे
ज्या कोई पण ऋतुंमां बस वरसाद आवी जाय छे        

साथे वितावेली क्षणॉनो ख्याल आवी जाय छे      
मन कोरुं हो पण आंखमां तलसाट आवी जाय छे

भीतर कशुं होतुं नथी तारा सिवाइ जोइ ले
तु ना हो तो त्यांथी अचानक राव आवी जाय छे

पूरी नथी शकतो तने पींजर समां दिलमा हवे
थोडा समयमा ऊडवाने पांख आवी जाय छे

हांफी जवाई छे गझलमां लागणीओने भरी
आ टेरवा ऊपर अजाणी धात आवी जाय छे

एकांत कोइ कारणे व्हालुं मने लागे छे दोस्त
एकलतानी माळा गुंथीने हाश आवी जाय छे

दररोज क्यांथी लइने आवुं शब्दनां भाथा नवा
एक ज ह्रदयमां शब्दनो ककळाट आवी जाय छे

शुं कहुं “महोतरमां” तने मारी आ हालत केम थइ?
दरियोने पण क्यारेक जळनो थाक आवी जाय छे
-नरेश के.डॉडीया
થાકી જવાની હર પળે તુ યાદ આવી જાય છે
જ્યા કોઈ પણ ઋતુંમાં બસ વરસાદ આવી જાય છે        

સાથે વિતાવેલી ક્ષણૉનો ખ્યાલ આવી જાય છે      
મન કોરું હો પણ આંખમાં તલસાટ આવી જાય છે

ભીતર કશું હોતું નથી તારા સિવાઇ જોઇ લે
તુ ના હો તો ત્યાંથી અચાનક રાવ આવી જાય છે

પૂરી નથી શકતો તને પીંજર સમાં દિલમા હવે
થોડા સમયમા ઊડવાને પાંખ આવી જાય છે

હાંફી જવાઈ છે ગઝલમાં લાગણીઓને ભરી
આ ટેરવા ઊપર અજાણી ધાત આવી જાય છે

એકાંત કોઇ કારણે વ્હાલું મને લાગે છે દોસ્ત
એકલતાની માળા ગુંથીને હાશ આવી જાય છે

દરરોજ ક્યાંથી લઇને આવું શબ્દનાં ભાથા નવા
એક જ હ્રદયમાં શબ્દનો કકળાટ આવી જાય છે

શું કહું “મહોતરમાં” તને મારી આ હાલત કેમ થઇ?
દરિયોને પણ ક્યારેક જળનો થાક આવી જાય છે
-નરેશ કે.ડૉડીયા

             

             

Advertisement