तारी साथे एवी मजानी क्षण मळे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
तारी साथे एवी मजानी क्षण मळे Gujarati Gazal By Naresh K. Dodia |
तारी साथे एवी मजानी क्षण मळे
ए ज क्षणनुं जिंदगीभर वळगण मळे
रोज बुचकारी शब्द हुं भेगा करूं
ए बधा शब्दोथी गझलनुं धण मळे
आंखमा ए रीते उतारूं हुं तने
आंख साथे जळनुं पछी सगपण मळे
याद जेनी कनडे छता गमती रहे
जे कलमने बळ दइ शके ए जण मळे
आंख सामे ओजल रहे ए मानवी
शब्दमा एनुं रोज आकर्षण मळे
कोइ मौसमनी ज्यां असर थाती नथी
ज्यां जूनां दोस्तो जोइने फागण मळे
वृक्ष जेवो छायो कदी बनतां नथी
भर वसंते एने हमेशां रण मळे
आ महोतरमा याद आवी गइ तो बस!
दिलमा शब्दोनुं एक समरांगण मळे
-नरेश के.डॉडीया
તારી સાથે એવી મજાની ક્ષણ મળે
એ જ ક્ષણનું જિંદગીભર વળગણ મળે
રોજ બુચકારી શબ્દ હું ભેગા કરૂં
એ બધા શબ્દોથી ગઝલનું ધણ મળે
આંખમા એ રીતે ઉતારૂં હું તને
આંખ સાથે જળનું પછી સગપણ મળે
યાદ જેની કનડે છતા ગમતી રહે
જે કલમને બળ દઇ શકે એ જણ મળે
આંખ સામે ઓજલ રહે એ માનવી
શબ્દમા એનું રોજ આકર્ષણ મળે
કોઇ મૌસમની જ્યાં અસર થાતી નથી
જ્યાં જૂનાં દોસ્તો જોઇને ફાગણ મળે
વૃક્ષ જેવો છાયો કદી બનતાં નથી
ભર વસંતે એને હમેશાં રણ મળે
આ મહોતરમા યાદ આવી ગઇ તો બસ!
દિલમા શબ્દોનું એક સમરાંગણ મળે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment