समजण बधी तुं एक कोराणे मूकीने व्यक्त था Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
समजण बधी तुं एक कोराणे मूकीने व्यक्त था Gujarati Gazal By Naresh K. Dodia |
समजण बधी तुं एक कोराणे मूकीने व्यक्त था
पागलपणाने रोज अक्षरोमां घूटीने व्यक्त था
सघळा मनोबळ तूटवाना जिदगीनी राहमां
फिनिक्स पंखी जेम बेठो थइ उडीने व्यक्त था
तारूं हतुं,मारूं हतुं,एवी पडॉजणने भूली
करताल तारा हाथमां लइने झूमीने व्यक्त था
जेवा छो एवा सौनी सामे आवतां शीखो तमे
आखा जगतनां सौं प्रपंचोने भूलीने व्यक्त थां
ठोकर मळे पत्थर तो तुं सामे हसी हळवेकथी
एने खसेडी त्यांथी तुं आगळ वधीने व्यक्त थां
तारा प्रणयनो एटले आभार मानु छुं सतत
मारा विरहनां आसुंओने तुं लूछीने व्यक्त था
मारा वतननां सूर्य साथे तो कायमी झघडो रहे
कहु छु के तुं वादळनी वच्चे पण उगीने व्यक्त था
मारी हथेळीमां नांम हुं तारूं लखी मलकाव छुं
क्हे छे सौ कोइ ए नामनी गझलो लखीने व्यक्त थां
कायम “महोतरमां” उभी तुं याद थइने पापणे
क्यारेक पापणनी तुं ब्हारे नीकळीने व्यक्त था
-नरेश के.डॉडीया
સમજણ બધી તું એક કોરાણે મૂકીને વ્યક્ત થા
પાગલપણાને રોજ અક્ષરોમાં ઘૂટીને વ્યક્ત થા
સઘળા મનોબળ તૂટવાના જિદગીની રાહમાં
ફિનિક્સ પંખી જેમ બેઠો થઇ ઉડીને વ્યક્ત થા
તારૂં હતું,મારૂં હતું,એવી પડૉજણને ભૂલી
કરતાલ તારા હાથમાં લઇને ઝૂમીને વ્યક્ત થા
જેવા છો એવા સૌની સામે આવતાં શીખો તમે
આખા જગતનાં સૌં પ્રપંચોને ભૂલીને વ્યક્ત થાં
ઠોકર મળે પત્થર તો તું સામે હસી હળવેકથી
એને ખસેડી ત્યાંથી તું આગળ વધીને વ્યક્ત થાં
તારા પ્રણયનો એટલે આભાર માનુ છું સતત
મારા વિરહનાં આસુંઓને તું લૂછીને વ્યક્ત થા
મારા વતનનાં સૂર્ય સાથે તો કાયમી ઝઘડો રહે
કહુ છુ કે તું વાદળની વચ્ચે પણ ઉગીને વ્યક્ત થા
મારી હથેળીમાં નાંમ હું તારૂં લખી મલકાવ છું
ક્હે છે સૌ કોઇ એ નામની ગઝલો લખીને વ્યક્ત થાં
કાયમ “મહોતરમાં” ઉભી તું યાદ થઇને પાપણે
ક્યારેક પાપણની તું બ્હારે નીકળીને વ્યક્ત થા
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment