एक सांधेने तुटे छे तेर त्यारे शुं करीए? Gujarati Gazal By Naresh K. Dodia

एक सांधेने तुटे छे तेर त्यारे शुं करीए? Gujarati Gazal By Naresh K. Dodia
एक सांधेने तुटे छे तेर त्यारे शुं करीए? Gujarati Gazal By Naresh K. Dodia
एक सांधेने तुटे छे तेर त्यारे शुं करीए?
होय इश्वरना धरे ज्यां देर त्यारे शुं करीए?

केटलो संताप जीवनमां वेठवानो होय दोस्तो?
चो-तरफ देखाय छे अंधेर त्यारे शुं करीए?

मांगणीनो आंक जथ्था-बंध राखे छे अहींयां
लागणी थइ गइ छे ज्यारे ढेर त्यारे शुं करीए?

कोइ सोदो के ना साटाखत कर्या चाहतमा मारी
ने मफतमा दिल कर्यु छे जेर त्यारे शुं करीए?

लइ गया सधळुं लूटीने लागणी नामे अहींयां
थइ गयु दिल मारुं पण खंडेर त्यारे शुं करीए?

सांज पण सुमसाम भांसे कोइना पाछा जवांथी
होय एकलतानो काळॉ केर त्यारे शुं करीए?

खेंच उर्मिओनी कायम भोगवुं तारा विनां हुं
शब्द मारा थइ गया मों भेर त्यारे शुं करीए?

एमने शेरींग ओप्सन क्लोझ राख्यो मारी साथे
दिलनी वातो ना करे ए शेर तो शुं करीए?

ओ महोतरमां हवे आवो अमारी आंख सामे
बस विना तारा जीवन छे झेर त्यारे शुं करीए?
– नरेश के.डॉडीया
એક સાંધેને તુટે છે તેર ત્યારે શું કરીએ?
હોય ઇશ્વરના ધરે જ્યાં દેર ત્યારે શું કરીએ?

કેટલો સંતાપ જીવનમાં વેઠવાનો હોય દોસ્તો?
ચો-તરફ દેખાય છે અંધેર ત્યારે શું કરીએ?

માંગણીનો આંક જથ્થા-બંધ રાખે છે અહીંયાં
લાગણી થઇ ગઇ છે જ્યારે ઢેર ત્યારે શું કરીએ?

કોઇ સોદો કે ના સાટાખત કર્યા ચાહતમા મારી
ને મફતમા દિલ કર્યુ છે જેર ત્યારે શું કરીએ?

લઇ ગયા સધળું લૂટીને લાગણી નામે અહીંયાં
થઇ ગયુ દિલ મારું પણ ખંડેર ત્યારે શું કરીએ?

સાંજ પણ સુમસામ ભાંસે કોઇના પાછા જવાંથી
હોય એકલતાનો કાળૉ કેર ત્યારે શું કરીએ?

ખેંચ ઉર્મિઓની કાયમ ભોગવું તારા વિનાં હું
શબ્દ મારા થઇ ગયા મોં ભેર ત્યારે શું કરીએ?

એમને શેરીંગ ઓપ્સન ક્લોઝ રાખ્યો મારી સાથે
દિલની વાતો ના કરે એ શેર તો શું કરીએ?

ઓ મહોતરમાં હવે આવો અમારી આંખ સામે
બસ વિના તારા જીવન છે ઝેર ત્યારે શું કરીએ?
– નરેશ કે.ડૉડીયા
Advertisement