एक प्रेमीमां जे गुण होवा जोइए Gujarati Kavita By Naresh K. Dodia

एक प्रेमीमां जे गुण होवा जोइए Gujarati Kavita By Naresh K. Dodia
एक प्रेमीमां जे गुण होवा जोइए Gujarati Kavita By Naresh K. Dodia
ज्यारे ए मने मळी त्यारे 
ए मने हमेशां कहेती हती
एक प्रेमीमां जे गुण होवा जोइए
एवा एक पण गुण तारामां नथी

जे एनी प्रेमीकानी आंखोमां जोइने
एनी अंदरनी वात जाणी शके

एनां एक लहेकां परथी एनां
मुडनो अंदाज लगावी शके

रोमांच अने रोमान्सनी पराकाष्टानी
अनूभूति एक प्रेमीकाने थवी जोइए
एवुं कशुं आपणी वच्चे नथी..

छेवटे आ बधी गडमथलनो अंत लाववा
हुं एनी साथे परणी गयो

अने आजे लग्ननां बे दशका पछी
अमारा मित्र वर्तुळथी लइ अमारा संसर्गमां
आवनारा लोको अमने बंनेने जोइने 
कोम्पलिमेन्ट आपे छे

"लवली कपल"
"मेड फोर इचअधर"
"सुंदर जोडी."
"यंग एन्ड चार्मिंग पेर"  

सौथी वधुं ताज्जुबीनी वात तो ए छे
अमारा युवान बाळको कहे छे

"मम्मी,पप्पा,हजु पण तमे एवाने एवा एवा
रोमेन्टीक छो                                                                       
ज्यारे मम्मी साथे शरूआतमां हतां?

त्यारे हुं एनी आंखोमां जवाब शोधुं छुं
अने एनो जवाब एनां होठ पर
आवतां आवतां क्याक गायब थइ जाय छे
अने स्मितमां छलकाय जाय छे  
- नरेश के.डॉडीयां    
  જ્યારે એ મને મળી ત્યારે 
એ મને હમેશાં કહેતી હતી
એક પ્રેમીમાં જે ગુણ હોવા જોઇએ
એવા એક પણ ગુણ તારામાં નથી

જે એની પ્રેમીકાની આંખોમાં જોઇને
એની અંદરની વાત જાણી શકે

એનાં એક લહેકાં પરથી એનાં
મુડનો અંદાજ લગાવી શકે

રોમાંચ અને રોમાન્સની પરાકાષ્ટાની
અનૂભૂતિ એક પ્રેમીકાને થવી જોઇએ
એવું કશું આપણી વચ્ચે નથી..

છેવટે આ બધી ગડમથલનો અંત લાવવા
હું એની સાથે પરણી ગયો

અને આજે લગ્નનાં બે દશકા પછી
અમારા મિત્ર વર્તુળથી લઇ અમારા સંસર્ગમાં
આવનારા લોકો અમને બંનેને જોઇને 
કોમ્પલિમેન્ટ આપે છે

"લવલી કપલ"
"મેડ ફોર ઇચઅધર"
"સુંદર જોડી."
"યંગ એન્ડ ચાર્મિંગ પેર"  

સૌથી વધું તાજ્જુબીની વાત તો એ છે
અમારા યુવાન બાળકો કહે છે

"મમ્મી,પપ્પા,હજુ પણ તમે એવાને એવા એવા
રોમેન્ટીક છો                                                                       
જ્યારે મમ્મી સાથે શરૂઆતમાં હતાં?

ત્યારે હું એની આંખોમાં જવાબ શોધું છું
અને એનો જવાબ એનાં હોઠ પર
આવતાં આવતાં ક્યાક ગાયબ થઇ જાય છે
અને સ્મિતમાં છલકાય જાય છે  
- નરેશ કે.ડૉડીયાં    
            
Advertisement

No comments:

Post a Comment