तरजुमो आ आंसुनो शब्दो करी शकता नथी Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
तरजुमो आ आंसुनो शब्दो करी शकता नथी Gujarati Gazal By Naresh K. Dodia |
तरजुमो आ आंसुनो शब्दो करी शकता नथी
ए ज कारणथी बधां शायर बनी शकता नथी
जे लखे छे प्रेम एवो कां करी शकता नथी
प्रेममां साचा ह्रदयथी खळभळी शकता नथी
शब्द साथे रकतनुं बंधन कसी शकता नथी
दर्द माणसनुं कदी दिलथी पढी शकतां नथी
शायरीना क्षेत्रमां बावळ बनी फेलाइ जे
जे फूलो सम नव कवि पडखे उगी शकता नथी
जे ईजारो मात्र नारीनो गणे छे मानवी
ए ज कारणथी घणा शायर रडी शकता नथी
साव तकलादी वलण एनुं मने लाग्युं हतुं
एक पाक्का रंग थई दिलमां चडी शकता नथी
शायरीओ शायरोनो कै ईजारो छे नहीं
केमके अनुवाद टहुकाना लखी शकता नथी
मात्र एने चाहवाथी पाठ एवो हुं भण्यो
जे जगतनी कोइ शाळामां भणी शकता नथी
शर्तने आधिन कदी संबंध बंधातो नथी
पुष्पनुं ऊदाहरण माणस थई शकता नथी
ए महोतरमा नथी रही जिंदगीमां ते छतां
एक शायर अन्य नारीने चही शकता नथी
-नरेश के. डोडीया
તરજુમો આ આંસુનો શબ્દો કરી શકતા નથી
એ જ કારણથી બધાં શાયર બની શકતા નથી
જે લખે છે પ્રેમ એવો કાં કરી શકતા નથી
પ્રેમમાં સાચા હ્રદયથી ખળભળી શકતા નથી
શબ્દ સાથે રકતનું બંધન કસી શકતા નથી
દર્દ માણસનું કદી દિલથી પઢી શકતાં નથી
શાયરીના ક્ષેત્રમાં બાવળ બની ફેલાઇ જે
જે ફૂલો સમ નવ કવિ પડખે ઉગી શકતા નથી
જે ઈજારો માત્ર નારીનો ગણે છે માનવી
એ જ કારણથી ઘણા શાયર રડી શકતા નથી
સાવ તકલાદી વલણ એનું મને લાગ્યું હતું
એક પાક્કા રંગ થઈ દિલમાં ચડી શકતા નથી
શાયરીઓ શાયરોનો કૈ ઈજારો છે નહીં
કેમકે અનુવાદ ટહુકાના લખી શકતા નથી
માત્ર એને ચાહવાથી પાઠ એવો હું ભણ્યો
જે જગતની કોઇ શાળામાં ભણી શકતા નથી
શર્તને આધિન કદી સંબંધ બંધાતો નથી
પુષ્પનું ઊદાહરણ માણસ થઈ શકતા નથી
એ મહોતરમા નથી રહી જિંદગીમાં તે છતાં
એક શાયર અન્ય નારીને ચહી શકતા નથી
-નરેશ કે. ડોડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment