एकांतमां तारी मजा केवी अनोखी होय छे. Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
एकांतमां तारी मजा केवी अनोखी होय छे. Gujarati Gazal By Naresh K. Dodia |
एकांतमां तारी मजा केवी अनोखी होय छे.
जाणे के इश्वरनी अनोखी भेट खोली होय छे
लांबी जुदाई बाद तुं मळवाने आवे छे मने
त्यारे जळॉनी जेम आखे-आखी चोटी होय छे
मनना मयुंर थनगन थतां नाची उठे जोई तने
बाहोनी भीतर आववां सामेथी दोडी होय छे
जोया छे तारा नोख-नोखा रूप सग्गी आंखथी
एकांतमां ज्यारे मळे तुं केवी भोळी होय छे
तुं मेघधनुं आकारमां आडी पथारीमा पडे
जाणे के यक्ष-कन्या रूपे साक्षात पोढी होय छे
मारी ज सामे तुं कदी वीद्रोह करती होय छे
थोडी पळॉमां प्रेमनी देवीने शोधी होय छे
तें वेदनां जीवनमाथी शोषी तो लागे छे मने
कें स्पर्शमां तारा अमीरसनी कटॉरी होय छे
साक्षात तो क्यारेक आंखोथी तुं आधे होय छे
तोये महोतरमा विचारोमां में ओढी होय छे
-नरेश के.डॉडीया
એકાંતમાં તારી મજા કેવી અનોખી હોય છે.
જાણે કે ઇશ્વરની અનોખી ભેટ ખોલી હોય છે
લાંબી જુદાઈ બાદ તું મળવાને આવે છે મને
ત્યારે જળૉની જેમ આખે-આખી ચોટી હોય છે
મનના મયુંર થનગન થતાં નાચી ઉઠે જોઈ તને
બાહોની ભીતર આવવાં સામેથી દોડી હોય છે
જોયા છે તારા નોખ-નોખા રૂપ સગ્ગી આંખથી
એકાંતમાં જ્યારે મળે તું કેવી ભોળી હોય છે
તું મેઘધનું આકારમાં આડી પથારીમા પડે
જાણે કે યક્ષ-કન્યા રૂપે સાક્ષાત પોઢી હોય છે
મારી જ સામે તું કદી વીદ્રોહ કરતી હોય છે
થોડી પળૉમાં પ્રેમની દેવીને શોધી હોય છે
તેં વેદનાં જીવનમાથી શોષી તો લાગે છે મને
કેં સ્પર્શમાં તારા અમીરસની કટૉરી હોય છે
સાક્ષાત તો ક્યારેક આંખોથી તું આધે હોય છે
તોયે મહોતરમા વિચારોમાં મેં ઓઢી હોય છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment