एक सपनुं आज आंखोथी रूठयु छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
एक सपनुं आज आंखोथी रूठयु छे Gujarati Gazal By Naresh K. Dodia |
एक सपनुं आज आंखोथी रूठयु छे
जेम मन पंखीनुं डाळॉथी रूठयु छे
दादनी ज्यां ताण वर्ताती रहे छे
मन हवे एवी सभाओथी रूठयुं छे
मात्र ए देखाव खातर स्मित आपे
मन हवे तकलादी भावोथी रूठयुं छे
ज्यांरथी तुं गइ छे,रंगीनी छे गायब
मन हवे भेंकार रातोथी रूठयुं छे
एवी रीते जातमाथी नीकळी गइ
दिल हवे एवी दरारोथी रूठयुं छे
काममा आवी शके तो आवी जां तुं
मन हवे तारी सलाहोथी रूठयुं छे
आंखमां छलके अमीने दिलमां बस झेर
मन हवे एवी मुरादोथी रूठयुं छे
बस शुकुननी छे नही आशा ह्रदयमां
मन महोतरमानी वातोथी रूठयुं छे
– नरेश के.डॉडीया
એક સપનું આજ આંખોથી રૂઠયુ છે
જેમ મન પંખીનું ડાળૉથી રૂઠયુ છે
દાદની જ્યાં તાણ વર્તાતી રહે છે
મન હવે એવી સભાઓથી રૂઠયું છે
માત્ર એ દેખાવ ખાતર સ્મિત આપે
મન હવે તકલાદી ભાવોથી રૂઠયું છે
જ્યાંરથી તું ગઇ છે,રંગીની છે ગાયબ
મન હવે ભેંકાર રાતોથી રૂઠયું છે
એવી રીતે જાતમાથી નીકળી ગઇ
દિલ હવે એવી દરારોથી રૂઠયું છે
કામમા આવી શકે તો આવી જાં તું
મન હવે તારી સલાહોથી રૂઠયું છે
આંખમાં છલકે અમીને દિલમાં બસ ઝેર
મન હવે એવી મુરાદોથી રૂઠયું છે
બસ શુકુનની છે નહી આશા હ્રદયમાં
મન મહોતરમાની વાતોથી રૂઠયું છે
– નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment