जेटली इच्छा अधूरी छे मठारी नाखी छे Gujarati Gazal By Naresh K. Dodia

जेटली इच्छा अधूरी छे मठारी नाखी छे Gujarati Gazal By Naresh K. Dodia
जेटली इच्छा अधूरी छे मठारी नाखी छे Gujarati Gazal By Naresh K. Dodia
जेटली इच्छा अधूरी छे मठारी नाखी छे
जिंदगीने मे गझल जेवी बनावी नाखी छे

एक गमतां पात्रमां ढळवुं गमे छे तेथी तो
जात मारी मे प्रवाही जेवी ढाळी नाखी छे

सांज पडतां कोइना भेकार दिलमां स्थान लई
एमनी एकलताने में रोज मारी नांखी छे

कोइनी मनमानी मारा पर चलावी ना शक्यो
एटली होवापणानी वात छापी नाखी छे

बाटलीमा जीन जेवी पूरी दिलमां एमने
मन पडे त्यारे मे एनी मौज माणी नाखी छे

कोइ साटाखत विना एने बनावी छे मारी
मारी मालिकीनी तख्ती दिलमा टांगी नाखी छे

जेमने गमतो नथी एवा धणानां नामनी
जिंदगीमां ए बधानी यादी काढी नाखी छे

सादगी जोईने नत-मस्तक हुं बनतो होंउ छुं
साधु जेवी आंखमां समजणनी झांकी नाखी छे

ज्यां महोतरमां आ अलगारीनी चाहतमां पडी
साधुंनी फितरतमां आशिकनी जुबानी नाखी छे
– नरेश के.डॉडीया
જેટલી ઇચ્છા અધૂરી છે મઠારી નાખી છે
જિંદગીને મે ગઝલ જેવી બનાવી નાખી છે

એક ગમતાં પાત્રમાં ઢળવું ગમે છે તેથી તો
જાત મારી મે પ્રવાહી જેવી ઢાળી નાખી છે

સાંજ પડતાં કોઇના ભેકાર દિલમાં સ્થાન લઈ
એમની એકલતાને મેં રોજ મારી નાંખી છે

કોઇની મનમાની મારા પર ચલાવી ના શક્યો
એટલી હોવાપણાની વાત છાપી નાખી છે

બાટલીમા જીન જેવી પૂરી દિલમાં એમને
મન પડે ત્યારે મે એની મૌજ માણી નાખી છે

કોઇ સાટાખત વિના એને બનાવી છે મારી
મારી માલિકીની તખ્તી દિલમા ટાંગી નાખી છે

જેમને ગમતો નથી એવા ધણાનાં નામની
જિંદગીમાં એ બધાની યાદી કાઢી નાખી છે

સાદગી જોઈને નત-મસ્તક હું બનતો હોંઉ છું
સાધુ જેવી આંખમાં સમજણની ઝાંકી નાખી છે

જ્યાં મહોતરમાં આ અલગારીની ચાહતમાં પડી
સાધુંની ફિતરતમાં આશિકની જુબાની નાખી છે
– નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment