हथेळीनी लकीरोमां तमारू नाम शोधु छु Gujarati Gazal By Naresh K. Dodia

हथेळीनी लकीरोमां तमारू नाम शोधु छु Gujarati Gazal By Naresh K. Dodia
हथेळीनी लकीरोमां तमारू नाम शोधु छु Gujarati Gazal By Naresh K. Dodia
हथेळीनी लकीरोमां तमारू नाम शोधु छु
फरी रणमां जईने हुं पमरतो बाग शोधुं छुं

जीवननी एक अटकी गइ छे एवी सांजनी ओथे
विसामो मखमली कायम मळे ए बाह शोधुं छुं

मने कायमने माटे कल्पवृक्षोनी मळे छांया
हुं एवा मानवीना ओथ वाळी कांध शोधुं छुं

बधानी लागणी माफक मने आवे नही जगमां
भळे आतमनी साथे दिलमां,एवी जान शोधुं छु

वचन आपुं हुं दिलफाडीने जेने चाहवानुं ज्यां
जीवननी आखरी पळमां भळे ए साथ शोधु छु

मजा साची मुहोबतनी बधाने क्या मळे जगमां?
सजानी धाकधमकी आपनारी आंख शोधुं छुं

अमारी लागणीने मानपूर्वक आवकारो होय
मने मांग्यां विना सघळुं दे ए दिलदार शोधुं छुं

बधानी तकदीरमा होय छे क्यां ए महोतरमा?
जे शायरने मळी ए शायरीनी जात शोधुं छुं
-नरेश के.डॉडीया
હથેળીની લકીરોમાં તમારૂ નામ શોધુ છુ
ફરી રણમાં જઈને હું પમરતો બાગ શોધું છું

જીવનની એક અટકી ગઇ છે એવી સાંજની ઓથે
વિસામો મખમલી કાયમ મળે એ બાહ શોધું છું

મને કાયમને માટે કલ્પવૃક્ષોની મળે છાંયા
હું એવા માનવીના ઓથ વાળી કાંધ શોધું છું

બધાની લાગણી માફક મને આવે નહી જગમાં
ભળે આતમની સાથે દિલમાં,એવી જાન શોધું છુ

વચન આપું હું દિલફાડીને જેને ચાહવાનું જ્યાં
જીવનની આખરી પળમાં ભળે એ સાથ શોધુ છુ

મજા સાચી મુહોબતની બધાને ક્યા મળે જગમાં?
સજાની ધાકધમકી આપનારી આંખ શોધું છું

અમારી લાગણીને માનપૂર્વક આવકારો હોય
મને માંગ્યાં વિના સઘળું દે એ દિલદાર શોધું છું

બધાની તકદીરમા હોય છે ક્યાં એ મહોતરમા?
જે શાયરને મળી એ શાયરીની જાત શોધું છું
-નરેશ કે.ડૉડીયા
Advertisement