जेटली मौलिक तमारी शैली हशे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
जेटली मौलिक तमारी शैली हशे Gujarati Gazal By Naresh K. Dodia |
जेटली मौलिक तमारी शैली हशे
दादनी कायम वरसती हेली हशे
रूपगर्वितां सादगीमां जोवां मळी
कोइनी नजरोथी ए उतरेली हशे
कायमी उंठातरी जेने बहुं गमे
ए कविनी मति हमेशा मेली हशे
मात्र एनो मोह हुं टाळी ना शक्यो
आंखनी समजण कदाचित धेली हशे
नाव मधदरिये उतारीने पार थइ
जेमनी तकदीर अल्ला-बेली हशे
मीण जेवी ओगळे आंखोमां कदी
एक पळ अडधे सुधी सळगेली हशे
स्हेज नोखो लागुं साक्षरनी वचमां हुं
जात मारी एटली वंठेली हशे?
गाममा गरता ज मन नाचे मोर जेम
डेली खूल्ली राखी ए उभेली हशे
हु महोतरमां अने मारी आ गझल
जात मारी बेउमां खूपेली हशे
– नरेश के.डॉडीया
જેટલી મૌલિક તમારી શૈલી હશે
દાદની કાયમ વરસતી હેલી હશે
રૂપગર્વિતાં સાદગીમાં જોવાં મળી
કોઇની નજરોથી એ ઉતરેલી હશે
કાયમી ઉંઠાતરી જેને બહું ગમે
એ કવિની મતિ હમેશા મેલી હશે
માત્ર એનો મોહ હું ટાળી ના શક્યો
આંખની સમજણ કદાચિત ધેલી હશે
નાવ મધદરિયે ઉતારીને પાર થઇ
જેમની તકદીર અલ્લા-બેલી હશે
મીણ જેવી ઓગળે આંખોમાં કદી
એક પળ અડધે સુધી સળગેલી હશે
સ્હેજ નોખો લાગું સાક્ષરની વચમાં હું
જાત મારી એટલી વંઠેલી હશે?
ગામમા ગરતા જ મન નાચે મોર જેમ
ડેલી ખૂલ્લી રાખી એ ઉભેલી હશે
હુ મહોતરમાં અને મારી આ ગઝલ
જાત મારી બેઉમાં ખૂપેલી હશે
– નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment