नाव मध-दरिये उतारी छे अमे तोफानमां Gujarati Gazal By Naresh K. Dodia

नाव मध-दरिये उतारी छे अमे तोफानमां Gujarati Gazal By Naresh K. Dodia
नाव मध-दरिये उतारी छे अमे तोफानमां Gujarati Gazal By Naresh K. Dodia
नाव मध-दरिये उतारी छे अमे तोफानमां
ने हवाने कीधुं रहेवानुं छे तारे शानमां

प्रेममा आसान लागे पडवानुं शरुआतमां
ने समय जाता नथी लेवातुं ए जण ध्यानमां

प्रेमना नामे बरोबरनी गझल खीली हती
प्रेमनां पुष्पो खिल्या’ता शब्दना बागानमां

कीलकारी बाळकोनी ज्या सदा गुंज्यां करे
गोद मातानी हो तो बाळक रहे गुलतानमां

एक इश्वर छे..अने बीजी तुं सामे होय तो
बेउना पगमा नमी पडवानु मारे मानमां

लील परणावी पडे ए जिंदगी शा कामनी?
लाख-चोरासी मनावो जिंदगीनी जानमां

ज्यां उभी छे राह मारी जोइ लाखो कामनां
एक तारी कामनामां श्वास दीधा दानमां

हुं सुफी जेवो बधाने केम लागुं छुं कहो?
एक तारा स्पर्शथी तबदील छुं लोबानमां

एक अवसर जेवुं झळहळ थइ गयुं मारूं जीवन
“हुं तमारी छुं” महोतरमाए कीधुं कानमां
-नरेश के.डॉडीया


નાવ મધ-દરિયે ઉતારી છે અમે તોફાનમાં
ને હવાને કીધું રહેવાનું છે તારે શાનમાં

પ્રેમમા આસાન લાગે પડવાનું શરુઆતમાં
ને સમય જાતા નથી લેવાતું એ જણ ધ્યાનમાં

પ્રેમના નામે બરોબરની ગઝલ ખીલી હતી
પ્રેમનાં પુષ્પો ખિલ્યા’તા શબ્દના બાગાનમાં

કીલકારી બાળકોની જ્યા સદા ગુંજ્યાં કરે
ગોદ માતાની હો તો બાળક રહે ગુલતાનમાં

એક ઇશ્વર છે..અને બીજી તું સામે હોય તો
બેઉના પગમા નમી પડવાનુ મારે માનમાં

લીલ પરણાવી પડે એ જિંદગી શા કામની?
લાખ-ચોરાસી મનાવો જિંદગીની જાનમાં

જ્યાં ઉભી છે રાહ મારી જોઇ લાખો કામનાં
એક તારી કામનામાં શ્વાસ દીધા દાનમાં

હું સુફી જેવો બધાને કેમ લાગું છું કહો?
એક તારા સ્પર્શથી તબદીલ છું લોબાનમાં

એક અવસર જેવું ઝળહળ થઇ ગયું મારૂં જીવન
“હું તમારી છું” મહોતરમાએ કીધું કાનમાં
-નરેશ કે.ડૉડીયા

Advertisement