आत्मिय अवाजना मालिकने “तमे” जेवां वजनदार शब्दोथी बोलावतॉ नथी. Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
आत्मिय अवाजना मालिकने “तमे” जेवां वजनदार शब्दोथी बोलावतॉ नथी. Gujarati Kavita By Naresh K. Dodia |
आत्मिय अवाजना मालिकने “तमे” जेवां
वजनदार शब्दोथी बोलावतॉ नथी.
“तमें”मांथी “तुं” बनवां माटे लांबी
सफर खेडवी पडे छे
पण छतां मारी सफर खूब आरामदेह रही
कारण मात्र अने मात्र तुं ज बनी रही छे
सफरमां हमसफर बधाने तो तारा जेवा मळे नही
नसीबदारने त्यां कायम एक जोगणीने
रमवुं ज पडे छे.
तारी भाषा अने तारी बोलचाल अने नजाकत
जाणे कोइ इश्वरीय अहेसासोनी खिदमत
मारा माटे थती होय एवुं लागे छे
ज्यारे ज्यारे तुं मारी साथे संवाद साधे त्यारे
त्यारे मने हमेंशा लागे छे के
जयारे तारां शब्दोमां सगीतनी महेफिल छे
तारी आवी जादुगरी मने अंचबित करे छे.
खरेखर वैभव छे तारा शब्दो नो….
आटली खुशीनो मने एकलाने मालिक बनावी देनार.
तारुं कर्ज केटलीय कवितामां पण चुकवी नही शकुं
कदाच आवतां जन्ममां पण तारो करजदार बनीश.
शब्दो खोवाया छे मारी कविताना
मारी सामे तुं गझल बनीने उभी छे
एक अजाण्युं विश्व आजे मारी मालिकीनुं बनी गयुं.
मारी सवारने कवितानां पुश्पोथी खुष्बुदार बनावनांर् .
ए उपवनने हुं शुं नाम आपुं?
बोलो महोतरमा हुं तमने क्यां नामथी बोलावुं?
गीत कहुं के गझल ?
- नरेश के.डॉडीया
આત્મિય અવાજના માલિકને “તમે” જેવાં
વજનદાર શબ્દોથી બોલાવતૉ નથી.
“તમેં”માંથી “તું” બનવાં માટે લાંબી
સફર ખેડવી પડે છે
પણ છતાં મારી સફર ખૂબ આરામદેહ રહી
કારણ માત્ર અને માત્ર તું જ બની રહી છે
સફરમાં હમસફર બધાને તો તારા જેવા મળે નહી
નસીબદારને ત્યાં કાયમ એક જોગણીને
રમવું જ પડે છે.
તારી ભાષા અને તારી બોલચાલ અને નજાકત
જાણે કોઇ ઇશ્વરીય અહેસાસોની ખિદમત
મારા માટે થતી હોય એવું લાગે છે
જ્યારે જ્યારે તું મારી સાથે સંવાદ સાધે ત્યારે
ત્યારે મને હમેંશા લાગે છે કે
જયારે તારાં શબ્દોમાં સગીતની મહેફિલ છે
તારી આવી જાદુગરી મને અંચબિત કરે છે.
ખરેખર વૈભવ છે તારા શબ્દો નો….
આટલી ખુશીનો મને એકલાને માલિક બનાવી દેનાર.
તારું કર્જ કેટલીય કવિતામાં પણ ચુકવી નહી શકું
કદાચ આવતાં જન્મમાં પણ તારો કરજદાર બનીશ.
શબ્દો ખોવાયા છે મારી કવિતાના
મારી સામે તું ગઝલ બનીને ઉભી છે
એક અજાણ્યું વિશ્વ આજે મારી માલિકીનું બની ગયું.
મારી સવારને કવિતાનાં પુષ્પોથી ખુષ્બુદાર બનાવનાંર્ .
એ ઉપવનને હું શું નામ આપું?
બોલો મહોતરમા હું તમને ક્યાં નામથી બોલાવું?
ગીત કહું કે ગઝલ ?
- નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a comment