शक्यतानी हद वटी आगळ जवानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia

 शक्यतानी हद वटी आगळ जवानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia


 शक्यतानी हद वटी आगळ जवानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia


शक्यतानी हद वटी आगळ जवानुं होय छे
आ ज रीते कोइनुं गमतुं थवानुं होय छे

कोइमा आगळ वध्या तो एम पीछेहठ ना होय
प्रेममां कई एम थोडुं भागवानुं होय छे!

स्हेज पण एनी असर पडवा नथी देतो अहीं
काम वखते प्रेमनुं भुत काढवानुं होय छे

एक सरखी लागणी बारे महीनां केम होय?
एक मौसम जेम माणस माणवानुं होय छे

तूटवानो डर छे ए संबंधने खेंचो नही
रेशमी धागांनुं बंधन तोडवानुं होय छे

कई परोढे आंख जागे एवी निंदर ना करो
स्वप्न ज्यारे पण तूटे तो जागवानुं होय छे

आशरो भगवाननो लई क्यां सुधी जीवी शकुं?
आज छे काले नथी,ए मानवानुं होय छे

आ महोतरमा तो एनामां ज रहे छे मस्त थइ
दुख विरहनुं एकलाए वेठवानुं होय छे
– नरेश के.डॉडीया


શક્યતાની હદ વટી આગળ જવાનું હોય છે
આ જ રીતે કોઇનું ગમતું થવાનું હોય છે

કોઇમા આગળ વધ્યા તો એમ પીછેહઠ ના હોય
પ્રેમમાં કઈ એમ થોડું ભાગવાનું હોય છે!

સ્હેજ પણ એની અસર પડવા નથી દેતો અહીં
કામ વખતે પ્રેમનું ભુત કાઢવાનું હોય છે

એક સરખી લાગણી બારે મહીનાં કેમ હોય?
એક મૌસમ જેમ માણસ માણવાનું હોય છે

તૂટવાનો ડર છે એ સંબંધને ખેંચો નહી
રેશમી ધાગાંનું બંધન તોડવાનું હોય છે

કઈ પરોઢે આંખ જાગે એવી નિંદર ના કરો
સ્વપ્ન જ્યારે પણ તૂટે તો જાગવાનું હોય છે

આશરો ભગવાનનો લઈ ક્યાં સુધી જીવી શકું?
આજ છે કાલે નથી,એ માનવાનું હોય છે

આ મહોતરમા તો એનામાં જ રહે છે મસ્ત થઇ
દુખ વિરહનું એકલાએ વેઠવાનું હોય છે
– નરેશ કે.ડૉડીયા

Advertisement