नजर सामे ज मे विखराय जाता जोइ लीधा Gujarati Gazal By Naresh K. Dodia

नजर सामे ज मे विखराय जाता जोइ लीधा Gujarati Gazal By Naresh K. Dodia
नजर सामे ज मे विखराय जाता जोइ लीधा Gujarati Gazal By Naresh K. Dodia
नजर सामे ज मे विखराय जाता जोइ लीधा
घडीमा मानवी पलटाय जाता जोइ लीधा

अकारणए गमे छे तो य बोली ना शक्यां जे
ए सन्मुख होय तो शरमाय जाता जोइ लीधा

विना-कारण अहीं पानो चडावे आपण लोक
ए अधवच्चे ज में फेंकाय जाता जोइ लीधा

परब मांडी अमे रणमां तरस्याओनी माटे
घणाने आंखथी छलकाय जाता जोइ लीधा

फूलोने बदले कंटकक लइ फरे छे जीभ पर जे
वखते आव्ये जीभे छोलाय जाता जोइ लीधा

गणीकाए घरो ज्यां मंदिरो सामे बनाव्या
मे श्र्लोको-मंत्र त्यां खोवाय जाता जोइ लीधा

वधु पडतो अहीं विश्वास लोकोने हरावे
जीतेला मेचने मे टाय जाता जोइ लीधा

नथी गमती महोतरमां सिवाइ अन्य नारी
मनोमन एमने हरखाय जाता जोइ लीधा
– नरेश के.डॉडीया
નજર સામે જ મે વિખરાય જાતા જોઇ લીધા
ઘડીમા માનવી પલટાય જાતા જોઇ લીધા         

અકારણએ ગમે છે તો ય બોલી ના શક્યાં જે     
એ સન્મુખ હોય તો શરમાય જાતા જોઇ લીધા                

વિના-કારણ અહીં પાનો ચડાવે આપણા લોક         
એ અધવચ્ચે જ મેં ફેંકાય જાતા જોઇ લીધા    

પરબ માંડી અમે રણમાં તરસ્યાઓની માટે      
ઘણાને આંખથી છલકાય જાતા જોઇ લીધા       

ફૂલોને બદલે કંટકક લઇ ફરે છે જીભ પર જે             
વખતે આવ્યે જીભે છોલાય જાતા જોઇ લીધા

ગણીકાએ ઘરો જ્યાં મંદિરો સામે બનાવ્યા
મે શ્ર્લોકો-મંત્ર ત્યાં ખોવાય જાતા જોઇ લીધા

વધુ પડતો અહીં વિશ્વાસ લોકોને હરાવે      
જીતેલા મેચને મે ટાય જાતા જોઇ લીધા  

નથી ગમતી મહોતરમાં સિવાઇ અન્ય નારી                        
મનોમન એમને હરખાય જાતા જોઇ લીધા       
- નરેશ કે.ડૉડીયા 
Advertisement