साथ एवो आपजे के हुं छूटी ना शकुं Gujarati Gazal By Naresh K. Dodia

साथ एवो आपजे के हुं छूटी ना शकुं Gujarati Gazal By Naresh K. Dodia
साथ एवो आपजे के हुं छूटी ना शकुं Gujarati Gazal By Naresh K. Dodia
साथ एवो आपजे के हुं छूटी ना शकुं
भार एवो आपजे के हुं झूकी ना शकुं

पांख आवी जाय तो ये हुं उडी नां शकुं
एवी अवस्थामां जीवन मारुं जीवी ना शकुं

हुं उधाडी लागणी शब्दोमां देखाडु छुं
आंख सामे हो तो शायद हुं खूली ना शकुं

दूरतानो एक दरियो हुं तरीने मळुं
हाथ ए रीते पकडजे के डूबी ना शकुं

सांज टाणे याद आवे घाडपाडु समी
कोई रीते एनी सामे हुं लडी नां शकुं

आवकारू छुं मुसीबतने खूशी मानीने
आगणे तुं केम आवी हुं पूछी ना शकुं

बहुं ज मोंधी वाह एनी होय म्हेफीलमां
एटले नबळी गझलने त्यां पढी ना शकुं

बोलकुं छे मौन एनी आंख जेवुं सरस
श्राव्य लागे ते छतां हुं साभळी ना शकुं

आ महोतरमाने कोई जईने समजावजो
आभमाथी तारला तोडी धरी ना शकुं
-नरेश के.डॉडीया
સાથ એવો આપજે કે હું છૂટી ના શકું
ભાર એવો આપજે કે હું ઝૂકી ના શકું

પાંખ આવી જાય તો યે હું ઉડી નાં શકું
એવી અવસ્થામાં જીવન મારું જીવી ના શકું

હું ઉધાડી લાગણી શબ્દોમાં દેખાડુ છું
આંખ સામે હો તો શાયદ હું ખૂલી ના શકું

દૂરતાનો એક દરિયો હું તરીને મળું
હાથ એ રીતે પકડજે કે ડૂબી ના શકું

સાંજ ટાણે યાદ આવે ઘાડપાડુ સમી
કોઈ રીતે એની સામે હું લડી નાં શકું

આવકારૂ છું મુસીબતને ખૂશી માનીને
આગણે તું કેમ આવી હું પૂછી ના શકું

બહું જ મોંધી વાહ એની હોય મ્હેફીલમાં
એટલે નબળી ગઝલને ત્યાં પઢી ના શકું

બોલકું છે મૌન એની આંખ જેવું સરસ
શ્રાવ્ય લાગે તે છતાં હું સાભળી ના શકું

આ મહોતરમાને કોઈ જઈને સમજાવજો
આભમાથી તારલા તોડી ધરી ના શકું
-નરેશ કે.ડૉડીયા
Advertisement