फरीथी प्रेममा तारा ज पडवानुं मने मन थाय छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
फरीथी प्रेममा तारा ज पडवानुं मने मन थाय छे Gujarati Gazal By Naresh K. Dodia |
फरीथी प्रेममा तारा ज पडवानुं मने मन थाय छे
फरीथी काव्य गझलो रोज लखवानुं मने मन थाय छे
वितेली पळमा मारुं मन सतत अटवाय शाने जाय छे?
फरी पाछोतरी यादोमां फरवानुं मने मन थाय छे
विरहमां रोज तडवानुं मने गमतुं हतुं ए दोरमां
फरीथी रातना पडखाओ घसवानुं मने मन थाय छे
अधूरप होय छे त्यारे ज नव काव्यो रचाता होय छे
जुना झख्मो फरीथी केम खणवानुं मने मन थाय छे
तुं सहमत थाय तो रंगत सजावीए फरीथी शब्द संग
फरीथी शब्द साथीदार बनवानुं मने मन थाय छे
तूटेली नावना छीद्रो फरी सांधीने दरियो खुंदशुं
डुबी जावानी आशामां ज तरवानुं मने मन थाय छे
फूटेली जेमनी तकदीर छे एने डरावो ना कदी
फूलो थइ पानखरमां रोज उगवानुं मने मन थाय छे
फरी मारी कमीनुं सत तने चडशे वचन आपुं छुं हुं
फरीथी तारी यादोमां य धुणवानुं मने मन थाय छे
महोतरमां हवे अश्रुओ तारी आंखमां जोतो नथी
फरी आंखोमां अश्रु थइने सरवानुं मने मन थाय छे
-नरेश के.डॉडीया
ફરીથી પ્રેમમા તારા જ પડવાનું મને મન થાય છે
ફરીથી કાવ્ય ગઝલો રોજ લખવાનું મને મન થાય છે
વિતેલી પળમા મારું મન સતત અટવાય શાને જાય છે?
ફરી પાછોતરી યાદોમાં ફરવાનું મને મન થાય છે
વિરહમાં રોજ તડવાનું મને ગમતું હતું એ દોરમાં
ફરીથી રાતના પડખાઓ ઘસવાનું મને મન થાય છે
અધૂરપ હોય છે ત્યારે જ નવ કાવ્યો રચાતા હોય છે
જુના ઝખ્મો ફરીથી કેમ ખણવાનું મને મન થાય છે
તું સહમત થાય તો રંગત સજાવીએ ફરીથી શબ્દ સંગ
ફરીથી શબ્દ સાથીદાર બનવાનું મને મન થાય છે
તૂટેલી નાવના છીદ્રો ફરી સાંધીને દરિયો ખુંદશું
ડુબી જાવાની આશામાં જ તરવાનું મને મન થાય છે
ફૂટેલી જેમની તકદીર છે એને ડરાવો ના કદી
ફૂલો થઇ પાનખરમાં રોજ ઉગવાનું મને મન થાય છે
ફરી મારી કમીનું સત તને ચડશે વચન આપું છું હું
ફરીથી તારી યાદોમાં ય ધુણવાનું મને મન થાય છે
મહોતરમાં હવે અશ્રુઓ તારી આંખમાં જોતો નથી
ફરી આંખોમાં અશ્રુ થઇને સરવાનું મને મન થાય છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment