गरजता मौनना मौजाओ अथडाया करे छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
गरजता मौनना मौजाओ अथडाया करे छे Gujarati Gazal By Naresh K. Dodia |
गरजता मौनना मौजाओ अथडाया करे छे
पछी अर्थो अहीं शब्दोमां ठलवाया करे छे
तमारी सादगीनो स्पर्शने पामीने मनडुं
तमारा बहुरूपक आस्वादमा न्हाया करे छे
तमारा जोगणी-सम भावनी भांती अडीने
तमारी रास-लीला शब्द थइ गाया करे छे
हरखना कोइ तेडाओ नथी होता छता पण
तमारा फोनथी टहुकांओ वेरायां करे छे
समरपण आपनुं छेपट लगी आतमने अडके
आ मन तकदीरने अत्तर गणी फाया करे छे
तमारी आबरू साथे अमे झळहळता जइए
अमारु नांम ए कारणथी चर्चायां करे छे
तमे पावन नदीना स्वांगमा आवो छो त्यारे
अमारी रात रोशन आपनी माया करे छे
‘महोतरमा’तमारी हाजरी केवो नशो छे
नथी होता तो मारा शब्द मुंजाया करे छे
-नरेश के.डॉडीया
ગરજતા મૌનના મૌજાઓ અથડાયા કરે છે
પછી અર્થો અહીં શબ્દોમાં ઠલવાયા કરે છે
તમારી સાદગીનો સ્પર્શને પામીને મનડું
તમારા બહુરૂપક આસ્વાદમા ન્હાયા કરે છે
તમારા જોગણી-સમ ભાવની ભાંતી અડીને
તમારી રાસ-લીલા શબ્દ થઇ ગાયા કરે છે
હરખના કોઇ તેડાઓ નથી હોતા છતા પણ
તમારા ફોનથી ટહુકાંઓ વેરાયાં કરે છે
સમરપણ આપનું છેપટ લગી આતમને અડકે
આ મન તકદીરને અત્તર ગણી ફાયા કરે છે
તમારી આબરૂ સાથે અમે ઝળહળતા જઇએ
અમારુ નાંમ એ કારણથી ચર્ચાયાં કરે છે
તમે પાવન નદીના સ્વાંગમા આવો છો ત્યારે
અમારી રાત રોશન આપની માયા કરે છે
‘મહોતરમા’તમારી હાજરી કેવો નશો છે
નથી હોતા તો મારા શબ્દ મુંજાયા કરે છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment