तमे धारी लीधी ए वात खोटी नीकळी छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
तमे धारी लीधी ए वात खोटी नीकळी छे Gujarati Gazal By Naresh K. Dodia |
तमे धारी लीधी ए वात खोटी नीकळी छे
मने लागे छे के सापे छछुंदरने गळी छे
तमे जाणो छो मारी दूखती रगने बरोबर
कदाचित आपणे बेउने सांकळती कळी छे!
तमे त्वचा रूपाळी जोईने मोही पड्या जयां
परख साची करी जाण्युं के एनी कांचळी छे
हुं भेजामारीथी थाकी नथी शकतो घणी वार
मगज छटकी शके एमां हवे क्यां डागळी छे
तमारो साथ बहु गमतो हतो एवां समयमां
हकीकत ए छे के फुरसत तमोने क्यां मळी छे?
फरक तो कृष्णमां सौं जोइ शकशो युध्ध वखते
ए वखते सौने गमती हाथमां क्यां वांसळी छे!
घणी वखते पलळवामां य डर लागे छे अमने
घणा वरसादनी काखे छुपेली वीजळी छे
महोतरमां तमारी तपती यादो पण गमे छे
तमारी यादतो जाणे हुंफाळी कामळी छे
- नरेश के. डोडीया
તમે ધારી લીધી એ વાત ખોટી નીકળી છે
મને લાગે છે કે સાપે છછુંદરને ગળી છે
તમે જાણો છો મારી દૂખતી રગને બરોબર
કદાચિત આપણે બેઉને સાંકળતી કળી છે!
તમે ત્વચા રૂપાળી જોઈને મોહી પડ્યા જયાં
પરખ સાચી કરી જાણ્યું કે એની કાંચળી છે
હું ભેજામારીથી થાકી નથી શકતો ઘણી વાર
મગજ છટકી શકે એમાં હવે ક્યાં ડાગળી છે
તમારો સાથ બહુ ગમતો હતો એવાં સમયમાં
હકીકત એ છે કે ફુરસત તમોને ક્યાં મળી છે?
ફરક તો કૃષ્ણમાં સૌં જોઇ શકશો યુધ્ધ વખતે
એ વખતે સૌને ગમતી હાથમાં ક્યાં વાંસળી છે!
ઘણી વખતે પલળવામાં ય ડર લાગે છે અમને
ઘણા વરસાદની કાખે છુપેલી વીજળી છે
મહોતરમાં તમારી તપતી યાદો પણ ગમે છે
તમારી યાદતો જાણે હુંફાળી કામળી છે
- નરેશ કે. ડોડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment