जूनी डायरीओनां पाना खोल्या हतां Gujarati Kavita By Naresh K. Dodia

जूनी डायरीओनां पाना खोल्या हतां Gujarati Kavita By Naresh K. Dodia
जूनी डायरीओनां पाना खोल्या हतां Gujarati Kavita By Naresh K. Dodia
जूनी डायरीओनां पाना खोल्या हतां
मोबाइल युग पहेलानां मरोडदार
अक्षरोमां लखायेलां केटलाक मृदु तो
केटलाक आंखोमां पाणी लावी दे एवा
बे व्यकित वच्चेनां स्मरणोनो लेखाजोखा
हतां

जेनां स्क्रिनशोट लईने मे वाइरल कर्यां तो
तो अहींथी हजारो किलोमीटर दूर रहेनारी
एक स्त्रीनां चहेरा पर स्मित जोइने एनी
युवान पुत्रीए एने पूछ्यु के,
“हे…मोम..तुं पण यंगएजमां कोइनां
प्रेममां पडी हती?

तो ए स्त्रीए एनां एन्टीग्लेर चश्मानी
आरपारनी भीनाशनी छुपावीने कह्यु के
“हा बेटा….!!!”
पण ए मारी भूल हती
जेनी सजा ए आजे भोगवी रह्यो छे.

कोण्ं मोम?
मारो एक्स…!!!
– नरेश के.डॉडीया
જૂની ડાયરીઓનાં પાના ખોલ્યા હતાં
મોબાઇલ યુગ પહેલાનાં મરોડદાર
અક્ષરોમાં લખાયેલાં કેટલાક મૃદુ તો
કેટલાક આંખોમાં પાણી લાવી દે એવા
બે વ્યકિત વચ્ચેનાં સ્મરણોનો લેખાજોખા
હતાં

જેનાં સ્ક્રિનશોટ લઈને મે વાઇરલ કર્યાં તો
તો અહીંથી હજારો કિલોમીટર દૂર રહેનારી
એક સ્ત્રીનાં ચહેરા પર સ્મિત જોઇને એની
યુવાન પુત્રીએ એને પૂછ્યુ કે,
“હે…મોમ..તું પણ યંગએજમાં કોઇનાં
પ્રેમમાં પડી હતી?

તો એ સ્ત્રીએ એનાં એન્ટીગ્લેર ચશ્માની
આરપારની ભીનાશની છુપાવીને કહ્યુ કે
“હા બેટા….!!!”
પણ એ મારી ભૂલ હતી
જેની સજા એ આજે ભોગવી રહ્યો છે.

કોણ્ં મોમ?
મારો એક્સ…!!!
– નરેશ કે.ડૉડીયા
Advertisement