ऍक कारणथी अही अळखामणॉ सौनो बन्यो छुं Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
ऍक कारणथी अही अळखामणॉ सौनो बन्यो छुं Gujarati Gazal By Naresh K. Dodia |
ऍक कारणथी अही अळखामणॉ सौनो बन्यो छुं
साचुं बोलीने विना कारण धणाने हुं नड्यो छुं
ए सतत अवढवमा आगळ ना वधी तेथी ज हुं पण
एक डगलुं ए वधीने एक डगलुं हुं वध्यो छुं
कोइ समजणथी सलामत थइ नथी शकतुं अहींया
ज्यां समज मारी बतावी त्यां ज हुं पागल ठर्यो छुं
हारवानी होय छे ज्यां जात साथे लागणीओ
एवी बाजी प्रेमना नामे हमेशां हुं रम्यो छुं
आम जुओ तो टकोराबंध लागुं छुं अहींया
एक वासण जेम घोबा खाइ-खाइ रणझण्यो छुं
जे हकीकतमा बन्युं छे जिंदगीमां हुं ज जाणुं
ते छतां काव्यो-गझलमां शब्द वाटे कही शक्यो छुं
जात साथे रोज हुं मसलत करीने पूछतो'तो
भोगवी पीडा ते सघळी हुं बधा सामे हस्यो छुं
हुं महोतरमाने मळवा केटली तडपावुं छुं पण
आंसु एनी आखमां आवे ए पहेला हुं मळ्यो छु
- नरेश के.डॉडीया
ઍક કારણથી અહી અળખામણૉ સૌનો બન્યો છું
સાચું બોલીને વિના કારણ ધણાને હું નડ્યો છું
એ સતત અવઢવમા આગળ ના વધી તેથી જ હું પણ
એક ડગલું એ વધીને એક ડગલું હું વધ્યો છું
કોઇ સમજણથી સલામત થઇ નથી શકતું અહીંયા
જ્યાં સમજ મારી બતાવી ત્યાં જ હું પાગલ ઠર્યો છું
હારવાની હોય છે જ્યાં જાત સાથે લાગણીઓ
એવી બાજી પ્રેમના નામે હમેશાં હું રમ્યો છું
આમ જુઓ તો ટકોરાબંધ લાગું છું અહીંયા
એક વાસણ જેમ ઘોબા ખાઇ-ખાઇ રણઝણ્યો છું
જે હકીકતમા બન્યું છે જિંદગીમાં હું જ જાણું
તે છતાં કાવ્યો-ગઝલમાં શબ્દ વાટે કહી શક્યો છું
જાત સાથે રોજ હું મસલત કરીને પૂછતો'તો
ભોગવી પીડા તે સઘળી હું બધા સામે હસ્યો છું
હું મહોતરમાને મળવા કેટલી તડપાવું છું પણ
આંસુ એની આખમાં આવે એ પહેલા હું મળ્યો છુ
- નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment