घर,गाम,खेतरने मूकीने श्हेरमा वस्या तमे! Gujarati Gazal By Naresh K. Dodia.

घर,गाम,खेतरने मूकीने श्हेरमा वस्या तमे! Gujarati Gazal By Naresh K. Dodia.
घर,गाम,खेतरने मूकीने श्हेरमा वस्या तमे!
कोयलना टहुकाओ पूछे छे केटलु हस्या तमे?

नीबंध आखो श्वासमा गोखीने राखेलो पूछे?
संबंधनी भूगोळमांथी केटलुं खस्या तमे?

माथा उपर बेडाने लइने पादरे मळती रहे
एवी ढळकती ढेल जेवी नारने मळ्या तमे?

आंखे कसुंबल केफ लइने डायरामा मौजमां
प्होफाटवानी आखरी क्षण थइने खळभळ्या तमे?

वेरान वाडी खेतरोने चैत्रना तडका अडे
ए रीतथी धाबे चडीने नेजवा कर्या तमे?

बीहामणा जंगलनी जोडे कोतरोनी वाटमां
छाना ने छपना छोकरीनी राहमा पड्या तमे?

आबानी डाळे झूलती मेनानो टहुको सांभळी
पींजरमा पूरायेल पोपट थइ कदी रड्या तमे?

ए तळपदी भाषा भले बोले तो मीठी लागशे
यायावरी पंखीना टहुकाने कदी कळ्या तमे?
-नरेश के.डॉडीया
ઘર,ગામ,ખેતરને મૂકીને શ્હેરમા વસ્યા તમે!
કોયલના ટહુકાઓ પૂછે છે કેટલુ હસ્યા તમે?

નીબંધ આખો શ્વાસમા ગોખીને રાખેલો પૂછે?
સંબંધની ભૂગોળમાંથી કેટલું ખસ્યા તમે?

માથા ઉપર બેડાને લઇને પાદરે મળતી રહે
એવી ઢળકતી ઢેલ જેવી નારને મળ્યા તમે?

આંખે કસુંબલ કેફ લઇને ડાયરામા મૌજમાં
પ્હોફાટવાની આખરી ક્ષણ થઇને ખળભળ્યા તમે?

વેરાન વાડી ખેતરોને ચૈત્રના તડકા અડે
એ રીતથી ધાબે ચડીને નેજવા કર્યા તમે?

બીહામણા જંગલની જોડે કોતરોની વાટમાં
છાના ને છપના છોકરીની રાહમા પડ્યા તમે?

આબાની ડાળે ઝૂલતી મેનાનો ટહુકો સાંભળી
પીંજરમા પૂરાયેલ પોપટ થઇ કદી રડ્યા તમે?

એ તળપદી ભાષા ભલે બોલે તો મીઠી લાગશે
યાયાવરી પંખીના ટહુકાને કદી કળ્યા તમે?
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment