तारा एकान्तना अरण्यवासमांथी Gujarati Kavita By Naresh K. Dodia

तारा एकान्तना अरण्यवासमांथी Gujarati Kavita By Naresh K. Dodia
तारा एकान्तना अरण्यवासमांथी Gujarati Kavita By Naresh K. Dodia
तारा एकान्तना
अरण्यवासमांथी
तुं ज्यारे बहार आवे
त्यारे त्यां

हुं होइश..

शब्दोथी..ठाली वातोथी..
साचा खोटा प्रशंसकोथी..
साव अमथा संबंधोथी..
सौंदर्य श्रृंगार सजावटोथी..
त्यारे आ बधा कोलाहलोमां

हुं
फक्त हुं
ॐ नो मौन नाद बनी ने..
नि:शब्द शांत साद बनी ने...

तने आलिंगन आपवा
तने विसामो आपवा
तारा रोमेरोममां
व्यापी जवां
हुं होइश..

अने तुं हशे
एकान्तना अरण्यवासमांथी
सीधो सुगंधी श्वासना
बागमां
लि...
फक्त तारा एकलानी
हुं
- नरेश के. डोडीया
--------
તારા એકાન્તના
અરણ્યવાસમાંથી
તું જ્યારે બહાર આવે
ત્યારે ત્યાં

હું હોઇશ..

શબ્દોથી..ઠાલી વાતોથી..
સાચા ખોટા પ્રશંસકોથી..
સાવ અમથા સંબંધોથી..
સૌંદર્ય શ્રૃંગાર સજાવટોથી..
ત્યારે આ બધા કોલાહલોમાં

હું
ફક્ત હું
ૐ નો મૌન નાદ બની ને..
નિ:શબ્દ શાંત સાદ બની ને...

તને આલિંગન આપવા
તને વિસામો આપવા
તારા રોમેરોમમાં
વ્યાપી જવાં
હું હોઇશ..

અને તું હશે
એકાન્તના અરણ્યવાસમાંથી
સીધો સુગંધી શ્વાસના
બાગમાં
લિ...
ફક્ત તારા એકલાની
હું
- નરેશ કે. ડોડીયા

Advertisement

No comments:

Post a Comment