गुलाबमां काटांनी बदले सुवाळी कवितां उगी नीकळे.. Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
गुलाबमां काटांनी बदले सुवाळी कवितां उगी नीकळे.. Gujarati Kavita By Naresh K. Dodia |
मने स्त्रीओ विशे लखवुं गमे छे.
खास करीने ए स्त्री माटे
जेनी पासे अवाजमां
पुरुषने संपुर्णपणे
विवश बनावी नाखतो
एक पंखीणी मादा जेवो
नरने आहवान आपतो
आरत रेटातो भाव होय..
एक मुग्धा जेवी मासुमियत होय अने
लागणीनां तारने झंझोडी नाखती कसक होय
अने
कोइ मल्लीका ए तरन्नुम जेवो लहेजो होय...
जाणे कोइ गुलाबने फूलने मोगरानुं चुमवु
अने
गुलाबमां काटांनी बदले
सुवाळी कवितां उगी नीकळे...
- नरेश के. डोडीया
મને સ્ત્રીઓ વિશે લખવું ગમે છે.
ખાસ કરીને એ સ્ત્રી માટે
જેની પાસે અવાજમાં
પુરુષને સંપુર્ણપણે
વિવશ બનાવી નાખતો
એક પંખીણી માદા જેવો
નરને આહવાન આપતો
આરત રેટાતો ભાવ હોય..
એક મુગ્ધા જેવી માસુમિયત હોય અને
લાગણીનાં તારને ઝંઝોડી નાખતી કસક હોય
અને
કોઇ મલ્લીકા એ તરન્નુમ જેવો લહેજો હોય...
જાણે કોઇ ગુલાબને ફૂલને મોગરાનું ચુમવુ
અને
ગુલાબમાં કાટાંની બદલે
સુવાળી કવિતાં ઉગી નીકળે...
- નરેશ કે. ડોડીયા
No comments:
Post a comment