मेघदूत,कालिदास,वर्षा अने रोमान्स Gujarati Article By Naresh K. Dodia

मेघदूत,कालिदास,वर्षा अने रोमान्स Gujarati Artical By Naresh K. Dodia
मेघदूत,कालिदास,वर्षा अने रोमान्स Gujarati Article By Naresh K. Dodia
मेघदूत,कालिदास,वर्षा अने रोमान्स

कई अजब भयोजी खेल !
रात नी वात !
तृण वरसी गइ वादळीओ,ने,
खीणमा आवी रेल,
लीलुडा रंगनी रेल छेल !
મેઘદૂત,કાલિદાસ,વર્ષા અને રોમાન્સ

કઈ અજબ ભયોજી ખેલ !
રાત ની વાત !
તૃણ વરસી ગઇ વાદળીઓ,ને,
ખીણમા આવી રેલ,
લીલુડા રંગની રેલ છેલ !

ભીના ભીના ખૂશ્બૂદાર વાયરાની મૌસમ આવી,ઓ સાહેલડી ! મારી પોતાની અષાઢી રંગત ફરી જામી.

વરસાદની મૌસમ આવે છે.મનમાં ધરબી રાખેલા ભૂતકાળ અને વર્તમાનના ભીના ભીના સ્પંદનો બહાર આવે છે અને નવા નવા સ્પંદનો સર્જાવવાની તૈયારી શરૂ થાય છે.

મેઘ,મલ્હાર,મયુર અને કાલીદાસના મેઘદૂતને યાદ કર્યા વિના વરસાદી મૌસમનો રોમાન્સ અધુરો ગણાય.

વરસાદ હજુ પડ્યો ના હોય.મુગ્ધ ગ્રામ્ય કન્યાઓ ધોમધખતા તાપમાં આંખો પર હથેળીની છાજલી રચીને આકાશ તરફ ચારેકોર મીટ માંડે છે અને એકદોકલ વાદલડીઓને આહવાન આપે છે,”તન અને મનને ભીંજવનારા હે મેઘરાજા ! આપ પધારો !

ગ્રામ્યકન્યાઓની ઉછળતી અલકલટૉ અને હવામાં ઉડતા પાલવોને જોઇને ખુદ મેઘરાજાનું મન પલળી જાય છે.

મુગ્ધગ્રામ્ય કન્યાઓના આહવાનને સ્વિકારી મેઘરાજા પોતાના આગમનના છડીદારોને પોતાના આગમનની છડી પોકારવાનો હુકમ કરે છે.

પ્રથમ વાદળાઓ પુરા આકાશમાં પોતાનું કટક એકઠુ કરે છે.મયુરો મન મુકીને ટહુક્યા કરે અને ઢેલડીઓની આસપાસ કળા કરી નૃત્ય કરે છે.ટીટોડીઓ પોતાના કકળાટની ભાષાને સૌમ્ય બનાવે છે.કોકીલો જાણે કોયલડીઓને પ્રેમસાદ આપતા હોય તેમ મધુર ટહુકા કરે છે.
માનવહ્રદયો પણ મેઘરાજાના છડીદાર બનીને ઉછળકુદ કરવા લાગે છે,માનવહ્રદયની ધડકનો તેજ થતા મેઘરાજાને એહસાસ થાય છે કે હવે તો મારે પૃથ્વી ઉપર વરસવા સિવાય છુટકો જ નથી !

“મનને ભીંજવે તું અને તનને ભીંજવે વરસાદ.”મુગ્ધગ્રામ્ય કન્યાઓના ઉડતા પાલવો વરસાદમાં પલળીને શરીર સાથે ચોંટી જાય છે.ઉડતી અલકલટૉ પલળીને વરસાદના ટીપાને ગણતરી મૂજબ ગ્રામકન્યાઓના સ્તનો વચ્ચેની સાંકડી નીકમાં વેહવાનો રસ્તો દેખાડે છે.
મુગ્ધ તરૂણો અને તરૂણીઓ,પરિણીત સ્ત્રીઓ અને પુરુષો,અને બાળકો મેઘરાજાનું આગમન થતાં મન અને શરીરમાં રહેલા તમામ બોજાઓને ઘરમાં રાખી,મુકત શરીરે ઘરની બહાર નીકળીને કહે છે કે,”આયીયે બારીસોકા મૌસમ હૈ !”

પ્રેમ – એ વર્ષાઋતુના આગમનો છડીદાર છે.શાંત વર્ષાઋતુમાં પૃથ્વી પર મનુષ્યો અને પ્રાણીઓને કામુક બનાવતા રસાયણૉ આકાશમાંથી વરસે છે.મેટીંગમાં આવેલી પ્રાણીમાદા આવેગની ચરમસિમા હોય છે.નર અને માદા પ્રાણીઓના અવાજમાં બદલાવની મૌસમ આવી છે,મેઘરાજાના પધરામણીની છડી પોકારાય છે.

વરસાદી પાણીમાં આંખોમાં રહેલી બધી વિષાદભાવનાઓ ધોવાય જાય છે.મુગ્ધ બનેલા યુવાનોની આંખો વરસતા વરસાદના પાણીથી શરીર પર ચોંટી ગયેલા વસ્ત્રોની આરપાર દેખાંતા કાચ જેવા લીલાલીલા વર્ષાવનો જેવા શરીરની આરપાર દેખાંતા સૌંદર્યની ભાષા સમજવાની કોશિશ કરે છે.

પ્રિયતમાંના હાથને પકડીને વરસતા વરસાદમાં ચાલતા હોય અને વારંમવાર થતા એક્બીજાના શરીરના સ્પર્શનો રોમાન્ચ,એ રોમાન્સનું પ્રથમ પગથીયુ છે.પ્રિયતમાં ભીના થયેલા શરીરના અડકવાની મૌસમ આવી છે.સરેઆમ જાહેરમાં પત્નીકે પ્રેમિકા સાથેના સહસ્નાનની મૌસમ આવી છે.

કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !

કેટલો ફિક્કો અને નિસ્તેજ છે બીમાર ચાંદ
કેટલી ઝાંખી પડી ગઈ ચાંદની વરસાદમાં !

કોઈ આવે છે ન કોઈ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઈ છે ગલી વરસાદમાં !

એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.

લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.

ઘણા યુગલોની ફરિયાદ હોય છે કે લગ્નજીવનની લાંબી મૌસમને કારણે રોમાન્સના લહેરાતા ખેતરો પીળા પડી ગયા છે!વરસાદમાં પત્ની સાથે ઘરની છત પર પલળીને રોમાન્સના પીળા પડી ગયેલા ખેતરોને ફરીથી નવપલ્લિત બનાવી મેઘરાજાની નિશાની રૂપે ફરીથી લીલા રંગે રંગી નાંખો !

શીયાળાની ઠંડી રાતોમાં અને એરકન્ડીશન ઠંડી હવાઓ વચ્ચે થતાં બે શરીરોના મિલનના
આંનદ કરતાં વરસાદી રાતોની ઠંડકમાં થતા બે શરીરોના મિલનની ક્ષણૉ ઉતેજનાથી ભરપૂર હોય છે.ગોંરાભાયેલુ આકાશ પેટછુટીને પૃથ્વી પર વરસી પડે છે તેમ વર્ષાઋતુમાં ગોંરાભાયેલા આકાશની જેમ તમારી પ્રિયતમા ઉપર વરસી પડૉ.

તન અને મનની તમામ ખીડકીઓ અને તમામ દરવાજા ખોલી નાંખો.વરસાદી વાંછટ અને ઠંડી હવાઓની લહેરખીઓને તમારા શરીર સાથે અડપલા કરવાનો પીળૉ પાસ આપી દો.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.

ઉમાશંકર જેવા કવિઓનું હ્રદય પણ વરસાદી માહોલમાં ખીલી જતું હતું.

એવી વ્હાલપની વાત રંગભીની.

આકાશે વીજ ઘૂમે,
હૈયામાં પ્રીત ઝૂમે,
છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.

બાજે અજસ્ત્રધાર
વીણા સહસ્ત્રતાર
સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.

ઓ રે વિજોગ વાત!
રંગ રોળાઈ રાત,
નેહભીંજી ચૂંદડી ચૂવે રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.

-ઉમાશંકર જોશી

પ્રોષિતભતૃકા(જેનો પતિ વિદેશ ગયો છે એ સ્ત્રી)ની હાલત વર્ષાઋતુમાં વિરહની ચરમસિમા પર પહોચે છે.શૃગારરસના બે પ્રકાર છે.વિપ્રલંભ અને સંભોગ.વિપ્રલંભ એટલે પતિ અને પત્નીનો વિયોગ શૃંગાર.

મહાન કવિ કાલિદાસનું મેઘદૂતમ કાવ્ય આ બંને શૃંગારરસનું અદભૂત કાવ્ય છે.મેઘદૂતમમાં યક્ષની પત્નીના વિયોગનું સુંદર આલેખન છે.

“વિરહમાં તે જાગતી પડી હશે.મનોવ્યથાથી શરીર સુકાય ગયુ હશે.એક પડખે સૂવાથી ઉગમણી દિશામાં ઉગેલી બીજરેખા જેવી તે દેખાતી હશે.યક્ષની સાથે રતિક્રિડા કરવામાં જે એક રાત ક્ષણમાત્રમાં પસાર થઇ જતી,તે હવે ઉંના આંસુ સારવાથી લાંબી બનતી હશે?જાળિયામાંથી આવતા ચંદ્રના કિરણૉને તે જોતી હશે,પણ વિયોગના કારણે ચંદ્ર તરફ અણગમો થવાથી પોતાના નેત્રો નીચા ઢાળી દેતી હશે?કુંપળ શા હોઠને કાળા પાડી દેતાં ઉના નિસાસાથી છવાયેલા સાવ કોરા વાળને તે દૂર હટાવતી હશે?સ્વપનમાં પતિનો સમાગમ થાય તે આશાએ એ તે નિંદ્રા ઇચ્છતી હશે,પણ આંખોમાંથી વહેતી ધારા તેને નિંદ્રા કેમ આવવા દે….?

આ પત્ની કે પ્રેમિકાના વિયોગની ચરમસિમા છે.યક્ષપત્નીનો પતિ રામગિરિના આશ્રમમા વસે છે.યક્ષ આકાશમા મંડાયેલા વાદળૉને જોઇને મેઘરાજાને પોતાની પત્નીને સંદેશો મોકલવા મેઘરાજાને આહવાન આપે છે-“હે આયુષ્યમન મિત્ર ! મારા ઉપર કરવાં માટે મારી સખીને તારે આમ કહેવાનું છે કે તમારો પ્રિય પતિ રામગિરિના આશ્રમમાં વસે છે.તારા વિયોગમાં એ મર્યો પણ નથી અને માંડ માંડ જીવે છે,અને તમારું ક્ષેમકુશળ ઇચ્છે છે.”

પ્રેમીઓની વિવશતમાં વધારો કરનારી ઋતુ એટલે વર્ષાઋતુ.યક્ષપત્નીની જેમ વિયોગમાં તડપતી તડપતી ધરતી ઉપર મેઘરાજાનું આગમન થતા પતિના સમાગમ અને મિલનથી જે આભા પત્નીના ચહેરા ઉપર ઉતરી આવે છે,જે તાજગી ચહેરા ઉપર દેખાય આવે છે.તેવી જ તાજગી અને આભા ધરતી ઉપર લીલા લીલા રંગની લેટિન અમેરિકાના વર્ષાવનો જેવી છવાંય જાય છે,એક ભીનો ભીનો માદલ માહોલ છવાંય જાય છે.

મેઘદૂતનો એક શ્ર્લોક છે.

त्वामांरुढ पवन पदवीमुदगृहीतालकान्ता
प्रेक्षिष्यन्ते पथिकवनिता;प्रत्ययादाश्वसन्त्यः
कः सन्नध्धे विरहविधुरां त्वय्युपेक्षेत जायाः
न स्यादन्योडप्यहभिव जनो यः पराधीनवृतिः
(હે મેઘ ! યાત્રિકોની સ્ત્રીઓ વિશ્વાશથી આશ્વાસન લેતી,પોતાની વાળની લટૉને ઉંચે ઝાલી ગગનગોખમાં ચઢેલા તને નિહાળશે.તું જ્યારે ગોરંભયો હોય ત્યારે વિરહમાં રાંકડી બનેલી વહાલીઓની ઉપેક્ષા કરે એવો કોણ હોય ? કારણકે મારા જેવા ગુલામી માનસવાળૉ બીજો કોઇ પુરુષ નહી હોય.)

वीचिक्षोमस्तनितविहगश्रेणीकाग्चीगुणायाः
संसर्पन्त्याः स्खलितसुभंग दर्शितावर्तनामेः
निर्विन्ध्यायाः पथि भव रसाम्यन्तरः सन्निपत्य
स्त्रीणामांध प्रणयवचनं विभ्रमो हि प्रियेषु..

(હે મેઘ ! તારા માર્ગમાં મોજા ઊછળવાના કલરવ કરતાં પક્ષીઑની હાર જેની કટિમેખલા બની છે તેવી,છટાથી ખળખળ વહેતી વમળરૂપી નાભિ બનાવતી નિર્વિન્ધ્યા નદીને મળીને તું અંતરથી રસ(જળ) ભરપૂર બનજે.ખરેખર પ્રિયતમ પ્રત્યે વિલાસ પ્રગટ કરવો તે જ સ્ત્રીઓનું પ્રથમ પ્રણયવચન છે.)

दीर्धीकुर्चन्पटुमदकलं कूंजित सारसाना
प्रत्युषेषु स्फुटितकमलादमैत्रीकषायः
यत्र स्त्रीणा हरति सुरतग्लानिमडगानुकुलः
शीप्रावातः प्रियतम इव प्रार्थनाचाटुकारः

( જે ઉજ્જયિનીમાં સારસ પક્ષીઓના ગર્વિલા મધુર કુંજનને લંબાવતો,પ્રભાતના ખિલેલાં
કમળૉની સુવાસનો સંગ કરી સુંગધી બનેલા અને પ્રેમની માંગણીમાં કાલુ-કાલુ બોલવામાં કુશળ પ્રિયતમ જેવો શીપ્રાનો વાયુ રમણીઓના શરીરને અનુકુળ થઇને તેઓને રતિક્રિડાનો થાક દૂર કરે છે.)

મેઘદૂત અને કાલિદાસ વિશે થોડૂ હિંદી ભાષામાં જોઇએ.

कालिदास अथवा उनकी कृतियों के प्रशंसक भारत ही में नहीं अपितु विश्व-भर में पाये जाते हैं। अमेरिकी विद्वान राइडर ने उनकी श्रेष्ठता को स्वीकार करते हुए अन्त में यही कहा था, ‘कालिदास महान् साहित्यकार थे।’ जर्मन कवि गेटे ने तो उनकी प्रशंसा में बहुत कुछ कह डाला था और कालिदास की अनन्य कृति ‘अभिज्ञान शाकुन्तलम’ को पढ़कर उनके मुखे से बरबस निकल पड़ा था ‘यदि तुम स्वर्ग और मृत्युलोक को एक ही स्थान पर देखना चाहते हो तो मेरे मुख से सहसा एक ही नाम निकल पड़ता है—‘शाकुन्तलम’।’

कालिदास ने जब आषाढ़ के प्रथम दिन आकाश पर मेघ उमड़ते देखे तो उनकी कल्पना ने उड़ान भरकर उनसे यक्ष और मेघ के माध्यम से विरह-व्यथा का वर्णन करने के लिए ‘मेघदूत’ की रचना करवा डाली। उनका विरही यक्ष अपनी प्रियतमा के लिए छटपटाने लगा और फिर उसने सोचा कि शाप के कारण तत्काल अल्कापुरी लौटना तो उसके लिए सम्भव नहीं है। इसलिए क्यों न संदेश भेज दिया जाए। कहीं ऐसा न हो कि बादलों को देखकर उनकी प्रिया उसके विरह में प्राण दे दे। और कालिदास की यह कल्पना उनकी अनन्य कृति बन गयी।

अलकापुरी की कन्यायें इतनी सुन्दर हैं कि देवता भी उनको प्राप्त करने के लिए तरसते हैं। वे कन्यायें मन्दाकिनी के जल की फुहार से शीतल पवन में, तट पर स्थित कल्पवृक्ष की छाया में अपनी तपन मिटाती हुई, अपनी मुट्ठियों में रत्न लेकर सुनहलें बालों में डालकर लुका-छिपी खेला करती हैं।

अलकापुरी के प्रेमीजन संभोग के लिए अपने चंचल हाथों से प्रेमिकाओं की कमर की गांठें खोलकर उनकी ढीली साड़ियों को हटाने लगते हैं तब वे प्रेमिकाएं लज्जा से इतना सकुचा जाती हैं कि उस समय कुछ और वस्तु न पाकर मुट्ठी में गुलाल भरकर जगमगाते रत्नदीपों पर फेंकने लगती हैं। किन्तु उनका इस प्रकार गुलाल फेंकना व्यर्थ सिद्ध होता है, क्योंकि उससे दीपों की ज्योति न बुझती है और न कम हो सकती है।

अलकापुरी की कामिनियां जब रात्रि के समय लम्बे-लम्बे डग भरती हुई जल्दी-जल्दी में अपने-अपने प्रेमियों के पास जाने लगती हैं तो उस समय उनकी चोटियों में गुंथें हुए कल्पवृक्षों के फूल खिसककर निकल जाते हैं। उनके कानों के सोने के कमल गिर जाते हैं। हारों के टूटे हुए मोती बिखर जाते हैं। दिन निकलने पर इन वस्तुओं को मार्ग में बिखरा हुआ देखकर लोग समझ जाते हैं कि कामिनियां किस ओर को अपने प्रेमियों के पास गयी होंगी।

महादेवजी के पार्वती के साथ रहते हुए जब धीरे-धीरे पार्वती को भी सम्भोग का रस मिलने लगता है, तो उनकी झिझक जाती रही। उसी अवस्था में जब महादेवजी उनको कसकर अपनी छाती से चिपका लेते तो वे भी अपने दोनों हाथों को कस लेतीं। शिवजी जब उनके ओठ का चुम्बन लेने लगते, तो वे अपना मुख हटाती नहीं थीं और जब शंकरजी उनकी करधनी पकड़कर खींचते, तो आधे मन से केवल दिखावे के लिए उनका हाथ रोकने का बहाना करतीं।

मदिरा पान कर लेने पर पार्वतीजी की आंखें इतनी चंचल हो जातीं मानो नर्तन कर रही हों। मद के कारण उनका स्वर खंडित हो जाता, मुख पर पसीने की बूंदें झलक पड़ती और बिना बात के ही वह हंस देतीं। उनके ऐसे मुख को भगवान शंकरजी उस समय चूमते नहीं थे, अपितु बहुत देर तक अपलक अपनी आंखों से ही उस सुंदरता का पान करते रहते थे।

વર્ષાઋતુ સાથે સમગ્ર હિંદવાસીઓનું જીવન જોડાયેલું છે.ખેતિપ્રધાન દેશનું ભાવિ વર્ષાઋતુમાં અષાઢમાસમાં આકાશમાં મંડાયેલુ હોય છે.ધરતીપુત્ર ચાતકનયને આંખો પર છાજલી કરીને આકાશ તરફ મીટ માંડે છે.પ્રિયતમાં પ્રિયતમની વાટ નિહાળતી હોય તેમ ગામ્યનારીઓ મેઘરાજાની પધરામણીની રાહ જોતી બેઠી હોય છે

મુગ્ધકન્યાઓ મેઘરાજાને આહવાન આપે છે-“હે મેઘરાજ ! આ ધરતી પરના ધરતીપુત્રો,ધરતીપુત્રીઓ સર્વેને જીવનને લીલાછમ રંગોથી રંગી નાંખવા આપ પધરો ! હે મેઘરાજ આપ પધારો !

(નરેશ કે.ડૉડીયા)

-Corner-
तौबा की थी, मैं न पियूंगा कभी शराब।
बादल का रंग देख नीयत बदल गयी।
Advertisement

No comments:

Post a Comment