"पण,हुं तो तने प्रेम करुं छु”-ले-हंसल भचेच-एक सुंदर वांचवा जेवुं पुस्तक Gujarati Article By Naresh K. Dodia
"पण,हुं तो तने प्रेम करुं छु”-ले-हंसल भचेच-एक सुंदर वांचवा जेवुं पुस्तक Gujarati Article By Naresh K. Dodia
"પણ,હું તો તને પ્રેમ કરું છુ”-લે-હંસલ ભચેચ-એક સુંદર વાંચવા જેવું પુસ્તક

આજે આપણૉ સમાજ પુરુષ પ્રધાન છે,અને પુરુષ લેખકો માટે સિમોન દ’બુવ્વાર નું’સેકન્ડ સેક્સ’પુસ્તક્ હાથવગુ હથિયાર છે.જે પુસ્તકના અનુસંધાને સ્ત્રીઓને સેકન્ડ સેક્સનું માધ્યમ ગણૅ છે,પણ મારાં માનવાં મૂજબ હું સેકન્ડ સેક્સ માનવાં તૈયાર નથી.માનવિય જિવનમાં લગ્ન અથવા એક સ્ત્રી અને પુરુષનાં સંબધનું વર્તુળ રચાય છે ત્યારે દરેક પુરુષના જિવનમાં આવતી સ્ત્રી ઇશ્વરે આપેલા કુમળા છોડ સમાન છે જેને તમારા દિલના અરમાનોની કોમળ માટીમાં રોપી અને તેને માવજતથી ઉછેરવો પડે છે.

આજે જે વાત કરવી છે એ હંસલભાઇ ભચેચેના પુસ્તક-પણ,હું તો તને પ્રેમ કરું છું.આ પુસ્તક મારા માનવા મુજબ દરેક સ્ત્રીઓ અને પુરુષોએ વસાવવા જેવું છે.

મોટા ભાગે સ્ત્રી અને પુરુષના સંબધો વિશે કોઇ પુસ્તકનું અનુમાન કરે તો કામસુત્ર અને એને લગતા વિષયોના મનમા ખ્યાલો ઉભરી આવે છે.

આ પુસ્તકની વિશેષતા એ છે કે સ્ત્રી અને પુરુષોના રોજિંદા જીવનના માનસિક અને શારીરિક વિષયો ખૂબ જ સુંદર રીતે આલેખન કર્યું છે.છણાવટ કરવાની ભચેચ સાહેબની અનોખી કલા છે.કારણકે ભંચેલ સાહેબની અંદર એક કવિ અને રમુજ બંને એકી સાથે જીવે છે.

મેં ઘણા આ વિષયને લગતા પુસ્તકો વાંચ્યાં છે,પણ આ પુસ્તક વાંચ્યા પછી ઘણી સુંદર અનૂભૂતિ થઇ છે.એક તો મારો મનગમતો વિષય અને ભચેચે સાહેબનો અનુભવનો નિચોડ.કારણકે ભચેચે સાહેબ વર્ષોથી સ્ત્રી અને પુરુષોના સંબધો ઉપર લખે છે.અને અમદાવાદ ખાતે પોતાની પ્રેકટીસ પણ કરે છે.ગુજરાત મુખ્ય અખબારોમાં આપ લોકો ભચેચે સાહેબની કોલમ નિયમિત વાંચતાં જ હશો?

સ્ત્રી અને પુરુષનાં શરીરનું એક સત્ય છે.પુરુર્ષો પચાસ પછી પણ કાર્યરત્ રહેતા હોય્ છે.સામાજીક મિલનોને કારણે અને જ્વાની હાથમાં સરકી જવાંનાં ડરને કારણે સતત તણાવમાં રહે છે.કોઇ વખત મનમાં દબાયેલી વ્રુતિઓ ઉછળીને બહાર આવે છે.આ વ્રુતિઓ સામાન્ય્ માણસથી લઇને મહાન માણસો બધા માટે સરખી હોઇ છે.

આ બાબતનું સચોટ ઉદાહરણ છે આપણાં સાઠી વટાવી ગયેલાં લેખકો છે.ચન્દ્રકાન્ત બક્ષીથી કાન્તિભટ્ટ સાહેબનાં પ્રેમ અને સ્ત્રી વિશેનાં લખાણૉ કોઇ યુવાનને પણને આંટી મારી દે તેવાં હોય છે.કારણકે લેખન્એ સશ્ક્ત્ માધ્યમ છે.જેમાં જાણ્યે અજાણ્યે અંતરમાં છુપાયેલી વેદનાઓ વિચાર્ રુપી કલમમાં ઉતરી આવે છે.આ એક જાતની સમાન્ માનસિક્તા છે.લેખક હોય કે સામાન્ય માણસ,દરેકને આકૅષતિ વસ્તુંઓ સમાન સ્ત્રી અને સેક્સ,રોમાન્સ અને રમૂજ,આ ચારેય વસ્તુઓ સીધી લિટીમાં આવી જાય એટલે થ્રિલ ! અને જિંદગીમાં આ થ્રિલ માનવમગજમાં મરણ પર્યન્ત્ જિવન્ત રહે છે.યુવાનીમાં થયેલાં થ્રિલનાં અનુભવો જ પુરુષને જલ્દીથી બુઢો બનવા દેતાં નથી.મગજને સતત યુવાને બનાવી રાખે છે જોકે આ બાબત ધાર્મિક ઓથાર તળે જિવતાં લેખકોને બાકાત રાખે તેવી શક્યતાં સૌથી વધું છે.

ગુણવંતશાહ જેવા લેખક પણ કહે છે કે,’સહજીવન ઉપર લખવુ એ મારો હમેંશા લાડકો વિષય રહ્યો છે’.જયારે આ પુસ્તકમાં સહજીવન ઉપર લેખોનો અન્નકૂટ છે.તો ચાલો અમુક ભચેચે સાહેબની અનુભવી કલમની સફરે..!

ભચેચે સાહેબ લખે છે-પુરુષો ઘણીવાર ‘લાગણીવેડા નહીં કરવાના’એ બાબતે અભિમાન લેતાં હોય છે.પંરતું એમને કરવાં હોય તો પણ એ સહજ રીતે તેમ કરી શકે એમ નથી.કારણકે આ એક એમને મળેલી કુદરતી ખોડ છે.આ જ કારણસર પિતા અને પુત્ર વચ્ચેની લાગણી નહિં દર્શાવી શકવાની સમસ્યાઓથી,માતાઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થાય છે.

ભચેચ સાહેબ લખે છે-સ્ત્રીઓને હમેશાં એવા પુરુષો ગમે છે કે જે પોતાની લાગણીઓને સરસ  રીતે દર્શાવે અને તેની લાગણીસભર સંભાળ લે.તો સામે પક્ષે પુરુષો એવી સ્ત્રીઓ ગમે છે,કે જે લાગણીઓનો ગુચવાડૉ ઉભો ન કરે!

સ્ત્રીના મન વિશે ભચેચ સાહેબે એક સરસ બાબત લખી છે-દરેક સ્ત્રીના મનમાં કોઇ ને કોઇ ખૂણે અવી અપેક્ષા હોય છે કે કોઇ એની તરફ સતત ધ્યાન આપે.અની સંભાળ લે,એને હુંફ આપે,એની પાછળ ઘેલું થાયં અને એની લાગણીને સમજે.પરંતું આ ખૂણૉ નબળો છે.જો કોઇ એવો ત્યાં પહોચીને સ્ત્રીને એવો અહેસાસ કરાવી દે,કે પોતે જ આ ખૂણામાં બેસે તેવી વ્યકિત છે,તો સ્ત્રી આ સંબધમાં છેતરાવા પણ જાણ્યે અજાણ્યે મજબૂર થઇ શકે છે.

સંબધોમાં છેતરાયા પછી તેનો ખટકો એના દિલમાં ધરબાવી દઇને સ્ત્રી પાછી પોતાના જીવનમાં સહેલાયથી ઠરીઠામ થાય છે.જયારે પુરુષ એટલી સહેલાયથી પોતાનાં જીવનમાં ગોઠવાય શકતો નથી.

ઉપરના વાકય ઉપરથી આપ સૌવ અનૂમાન લગાવી શકો છો પુરુષો રચિત કવિતા અને ગઝલોમાં ભારોભાર બેવફાઇની વેદનાઓ અને આકોસ શા માટે છલકતો હોય છે?.

આ બાબત ઉપરથી બક્ષી સાહેબનું એક વાકય અહિંયા લખું છું-સ્ત્રીઓ માટે મને જરા સોફ્ટ કોર્નર છે.હું આજીવન સ્ત્રીઓનો પ્રેમિ રહ્યો છું.બહેન ન હતી.માતા નથી,અને મને લાગ્યુ કે સ્ત્રી છે માટે આ પ્રુથ્વિ ગોળ ફરે છે,ઋતુઓ બદલાય છે,સુર્ય ઉગે છે,જિંદગી ગુજરી જાય છે.આ પ્રુથ્વિ પર સ્ત્રી ન હોત તો હું આપઘાત કરી નાંખત.સૌંદર્ય મને શારીરિક કરતા માનસિક વિશેષ લાગ્યું છે.સૌંદર્યની સાપેક્ષ કલ્પના માત્ર છે,તુટેલા પુરુષ પાસે એક જ સેલ્વેશન છે,એક જ ઇતિશ્રી છેઃસ્ત્રી.!એક પુરુષ આખી દુનિયા જલાવી દે છે એક સ્ત્રી માટે.સિંકદરની પ્રેમિકા થાઇસે ઇરાનનું આખું પર્સિપોલિસ સળગાવી દીધું હતું..પ્યારની શું તાકાત છે.(ચંન્દ્રકાંત બક્ષી)

ભચેચ સાહેબ આગળ લખે છે-આજ કાલ ‘બ્રેઇન વિથ બ્યુટી’નો જમાનો છે.સ્ત્રીને પોતાની સુંદરતાના વખાણ તો ગમે જ છે,પરંતુ જો સાથોસાથ એની બુધ્ધિના વખાણ કરવામાં આવે તો સોનામાં સુંગંધ ભળે છે.એમાંય જો સ્ત્રીને એમ લાગે કે કોઇ વ્યકિત માત્ર તેના શરીરમાં જ નહી પણ બુધ્ધિ અને ટેલેન્ટમાં પણ રસ છે,તો તેની પાછળ પાગલ થઇ શકે છે.

આ વાકયની સચ્ચાઇ ઉપર જ મારી નવલકથા ‘ઓહ!નયનતારા લખાય છે.

વૈચારિક સૌંદર્યનું આકર્ષણ શારીરિક સૌંદર્ય કરતાં વધું આહલાદક અને ધ્યેયપાત્ર હોય છે.

ભચેચે સાહેબે આ બુકમા દરેક લેખના મધ્યમાં અને અને લેખના અંતમા સ્ત્રી અને પુરુષને લગતા માનસિક અને શારીરિક કવોટ ટાંક્યા છે.જે ખરેખર દરેક લેખમાં સોનામાં સુંગધ ભળે તેવું કામ કરે છે.થોડા ક્વોટ નીચે લખું છું.

-દુનિયાની લગભગ દરેક સ્ત્રી ક્યારેક ને કયારેક તો એવા તારણ પર આવે છે કે પુરુષોને એમનું શરીર જેટલુ પ્રભાવિત કરી શકે છે,તેટલી તેમની બુધ્ધિ નહીં!

-મારે શરીરને પામીને રહી ગયેલો દરેક પુરુષ અધુરો છે,જ્યારે શરીરને આંગળી પણ અડાડ્યા વગર,મનને પામી ગયેલો પુરુષ પૂર્ણ છે.

-મોટા ભાગનાં દપંતીઓ વચ્ચે કયાંય પણ થતાં સંવાદો પૈકી સિતેરથી એંસી ટકા સંવાદો નકારાત્મક,ચિંતા કરાવનારા અને’મુડ’ખરાબ કરનારા હોય છે.

-લાગણીઓ વ્યક્ત કરવામાં સ્ત્રીઓ ખૂબ જ સક્ષમ હોય છે,પરંતું તકલીફ એ વાતની છે કે કલાત્મક પણ હોય છે.

-રડવાની પ્રક્રિયાને શસ્ત્ર તરીકે વાપરતી દરેક સ્ત્રીએ એ બાબત સમજી લેવાની જરૂર છે કે કદાચ તે સમયે એ સફળ બની પણ જાય,પરંતું લાંબેગાળે એ પોતાના માન-મોભો અને ઠસ્સો ગુમાવે છે.

-કોઇ પણ સ્ત્રીને પોતાની સામે ટીકીટીકીને જોઇ રહેતાં પુરુષો ગમતાં નથી,માટે ખરેખર તો સ્ત્રીએ અન્ય સામે તાકી રહેતાં પુરુષોને ટોકવા નહી,એ એમની જાતે જ પોતાની આ વૃતિને કારણે,સામેની સ્ત્રીના અણગમાંનો ભોગ બનશે.

-પુરુષને વાતોમાં છેતરવો સહેલો છે.જ્યારે સ્ત્રીઓને વાતમાં એટલી સહેલાયથી છેતરી ના શકાય.પરંતું જો તેને લાગણીમાં ગૂંચવી નાંખવામાં આવે તો એ જાણી જોઇને પણ છેતરાય જાય છે.

-પ્રેમમાં પડનારી કે લગ્નેતર સંબધ વિકસાવનારી સ્ત્રીની ઉમર જેટલી વધારે,તેટલા આ સંબધની પાછળ સચોટ કારણ વધારે.

-નિકટના સંબધો તૂટતાં પોતાનું માનસિક સંતુલન ગુમાવી દેનારા,કારકિર્દી રગદોળી નાંખનારા,વ્યસન કે ગુનાખોરીના રવાડે ચડી જનારા પુરુષોની સંખ્યા,સ્ત્રીઓની સરખામણીમાં બમણા કરતાં પણ વધારે હોય છે.

આ ઉપરના વાકયોનો અનુભવ સૌંથી વધું મારા માનવા મૂજબ લેખકો અને કવિઓને વધું થયો હશે.એટલે જ બાપડા વખાનાં માર્યા સ્ત્રીઓને પાત્રો જાતના કેરેકટરમાં ઉતારી વેમ્પથી લઇને દેવી સુધી બનાવી છે,અને કવિઓ ! સ્ત્રીના અસ્તિત્વ સાથે એક જોડાયેલું માનવજીવડુ.સ્ત્રી અને કવિતા એકબીજાના પર્યાય બની ગયાં છે.

————————————————————————————————————————-

Dr. Hansal Bhachech is a renowned psychiatrist and author of western India. He is M.D. in psychiatry withuniversity first position. He is mental health adviser to Government of Gujarat.

He is an adviser to many pharmaceutical companies. He is a popular column writer in a renowned Gujarati newspaper, “Gujarat samachar”. His column on Male-Female relationship is having a wide readership base across the globe.  In his another column “Manas”, he is giving guidance about psychological problems and mental disorders.  His columns are also published in an international edition of Gujarat samachar regularly.  He is a guest writer in many other News papers and magazines. He has written books on male-female relationships and it’s psychology ‘No matter what, I love you’ (In English), ‘Pun,Hun To Tane Prem Karu Chhu!’(Gujarati best seller; 10,000 copies in just six months), and ‘Fir bhi tumhe chahenge’ (In Hindi).——————————————————————————————————————————————————————-

કારણકે મોટા ભાગે પંસદગીનો દોર પુરુષોના હાથમાં રહેતો હોય છે.હવે આ જ વાકય સ્ત્રી પણ લખી શકે છે.મોટે ભાગે સ્ત્રી પંસદગીમાં થાપ ખાતી નથી.

ભચેચ સાહેબે લખેલા વાકયો ઉપર ફરી એક નજર-

-પુરુષની એક નબળાય છે કે તે પોતાનું આકર્ષણ લાંબો સમય મનમાં રાખી શકતો      નથી.સ્ત્રીઓની જેમ વરસોનાં વરસ કોઇને મનોમન ચાહવું પુરુષ માટે કદાપી શકય નથી.

-સ્ત્રીઓને ડફોળિયાં મારતાં કે અન્યને ચોખ્ખી ખબર પડી જાય એવી રીતે પોતાની સામે જોતં પુરુષ તરફ અણગમો થતો હોય છે.જ્યારે જો કોઇ પુરુષ ચુપકેથી પોતાની સામે જોતો હોય તો એને ગમતું પણ હોય છે!

-જેની પત્ની વધારે શંકાશીલ અને કંકાસ કરવાંવાળી હોય,તેવા પતિદેવોને લગ્નેતર સબંધોની તલાશ પ્રમાણમાં વધું રહેતી હોય    છે.

-એકબાજુ વ્યવસ્થિત અને આયોજનપૂર્વક તૈયાર થવું,એ સ્ત્રીઓની સ્વાભાવગત મજબૂરી છે.તો બીજી બાજુ સ્ત્રીઓની આ વૃતિ વધું ને વધું પ્રબળ કરવાં પાછળ પુરુષો જ જવાબદાર છે.

-સ્ત્રીઓ વાહન ચલાવીને જેટલા અકસ્માતો કરે છે તેનાં કંઇક ગણા વધું વાહન ચલાવ્યા વગર કરાવી શકે છે.

-સ્ત્રીઓ સ્પર્શની બાબતમાં ખૂબ જ સંવેદનશીલ અને પંસદગીવાળી છે,ગમે તે વ્યકિત એને સ્પર્શે તેના પર તેને સખ્ત ચીડ છે.બિનજરૂરી સ્પર્શ,બદઇરાદાપૂર્વક કરાયેલો સ્પર્શ,લાગણીવિહોણો લુખ્ખો સ્પર્શ કે ભીડનો લાભ લેવાની દાનતથી કરાયેલા સ્પર્શને એ તરત જ ઓળખી જાય છે.

-ડબલ રોલ કરી શકે એવી સ્ત્રીઓ પુરુષોને વધું આકર્ષી શકે છે.સમાજમાં કુંટુબમાં કે અન્યની હાજરીમાં એને એકદમ સુશીલ,સંસ્કારી કે ઘરરખ્ખુ સ્ત્રી જોઇએ છે.પરંતું અંગત જીવનમાં એને ફાસ્ટ,બોલ્ડ,ચૂલબૂલી,રમતિયાળ,રોમેન્ટીક,જાતિય જીવનમાં પહેલ કરનારી અને સક્રિય સહકારી આપનારી ઉત્તેજક સ્ત્રીઓ ગમે છે.

મહાન નવલકથાકાર મોંપાસા લખે છે કે- પુરુષ સ્ત્રીના પ્રેમમાં પડે અને બંને લાગણીથી બંધાય ત્યારે અનિર્વાયપણે દુઃખ આવે છે.પુરુષ સ્ત્રી વચ્ચેના સંબધમાં તૃપ્તિ હોતી નથી.સ્ત્રીને કારણૅ પુરુષ લાંબા ગાળા માટે દુઃખ સહન કરતો રહે છે.સ્ત્રી પુરુષ માટે કોયડા સમાન છે.

ભચેચે સાહેબ આગળ લખે છે-

-સ્ત્રીઓ પુરુષો જેટલી સહજતાંથી બેવફાઇ કરતી નથી.પરંતું જો એકવાર બેવફાઇ પર ઉતરી આવે તો પુરુષ કરતાં પણ મોટા ખેલ ખેલી નાંખે છે.

-સ્ત્રીઓને પાસે બેવફાઇ માટે યોગ્ય કારણ હોય છે અને જ્યારે પુરુષોને બેવફાઇ કરવાં માટે તક અને સ્થળ પુરતાં છે.

ભચેચ સાહેબે એક મસ્ત વાત કહી છે-પુરુષો જીવનસંગિનીને છોડીને કોઇ સ્ત્રી પર નજર નહીં નાખે તો મોટાભાગની સ્ત્રીઓ નિસ્તેજ અને અકાળે વૃધ્ધ થઇ જશે.

આ વાકય ઉપરથી શ્રી ગુણવંત શાહનું એક વાકય યાદ આવે છે-  બે વ્યકિતઓ પરણીને કે પરણ્યા વગર એકબીજામાં ઓતપ્રોત થાય તેવી તેની સાવ જ પ્રાકૃતિક કહીં શકાય તેવી પૂર્વભૂમિકા ફર્લટિંગ દ્વારા રચાતી હોય છે.ફર્લટિંગ જેવી નિરુપદ્રવી અને સુષકર કહી શકાય એવી ઘટના જગતમાં જડવી દુર્લભ    છે. શરાબની દુનિયામાં જે સ્થાન બિયરનું છે તે સ્થાન સેકસની દુનિયામાં ફર્લટિંગનું છે..(ગુણવંત શાહ)

ભચેચ સાહેબે લખેલા અમુક વાકયો પર એક નજર –

-પુરુષ પ્રથમ દ્રષ્ટીએ સ્ત્રીની આંખમાં-આંખ મિલાવી શકતો નથી,કારણકે સ્ત્રીઓના સ્તન ઉપર આંખ હોતી નથી.(મોટાભાગના પુરુષોની સ્ત્રી ઉપર નાંખે છે ત્યારે પ્રથમ નજર એનાં સ્તન ઉપર પડે છે.)

-પત્નીઓ લગ્ન પછી તરત જ પતિને હવે તેમની ઉમર થઇ ગઇ છે એવું બતાવવાનો એક પણ મોકો ચુકતી નથી.માનસિક રીતે એ એમ માનતી હશે કે આ અહેસાસ જ જ્યાં ત્યાં ડફોળિયાં મારતાં રોકી શકશે..(આ અશકય છે-આટલી ખૂબસૂરત સ્ત્રીઓ જગમાં હોય તો પુરુષોની આંખોમાં સૌંદર્યરસ સતત ઝરતો જ રહેવાનો છે-આમાં ઉમરબાધ નથી)

-વિજાતિય સંબધની સૌથી દુઃખદ બાબત-આકર્ષણ વગરની સ્ત્રી અને ઉત્તેજના વગરનો પુરુષ.

ઘણા પુરુષો એમ માનતાં હોય કે પરણિત સ્ત્રીઓને લાગણીવેડાથી સહેલાયથી ભોળવી શકાશે.પણ હક્કીત કંઇક જુદુ જ કહે છે.

-કેટલીક સ્ત્રીઓ સ્વીકારે છે કે એમને જીવનસાથી સાથે મતભેદ છે,પરંતું પોતાનાં અંગતજીવનના અસંતોષનો લાભ કોઇ અન્ય પુરુષ લે,એ એમને પંસદ નથી.

-સ્ત્રીઓ પુરુષો જેટલી ઝડપથી છંછેડાતી નથી પરંતુ છંછેડાય તો તેની વેરવૃતિ છુપી અને તીવ્ર હોય છે.પુરુષોની બદલો લેવાની ભાવના તરત જ વ્યકત થાય છે.અને કદાચ એમાંથી ઝડપથી બહાર પણ આવી જાય છે.

ખૂબ જ રચાળ શૈલીથી લખાયેલુ શ્રી હંસલભાઇ ભચેચેનું આ પુસ્તક-પણ,હું તને પ્રેમ કરું છુ-દરેકે વસાવવા જેવું છે.

=કોર્નર=

સૌંદર્ય સનાતન છે,અને ખૂબસૂરતી એ શબનમી એહસાસ્ છે.તડકો નીકળતાં એ ઝાકળબિંદુ ઉડી જાય છે.સૌંદર્યને પ્રશંશા પંસદ નથી.ખૂબસૂરતીને પ્રશંશા ગમે છે.આ બુધ્ધિગમ્ય દલિલ છે. બુધ્ધિ અને ખૂબસૂરતી નો સંગમ હોઇ તેવી સ્ત્રીઓની પ્રશંશા કરવાં માટે શબ્દોની ઝાલર ગુંથતા આવડતી હોઇ તેવાં રસિકજન અને કલાકારની જરૂર પડૅ છે.એટલે તૉ કાલિદાસે કહ્યું છે કે,’કામિ માણસોને જડ-ચેતનનો ભેદ પારખવાની વિવેકશકિત હોતી નથી.’
(નરેશ ઙોઙીયા.ઓહ!નયનતારા)

નરેશ ઙોઙીયા
Advertisement

No comments:

Post a Comment